ATM માં 100ની જગ્યાએ નીકળવા લાગી 500 રૂપિયાની નોટ- જોતજોતામાં પૈસા ઉપાડવા લાગી લાંબી લાઈનો

મહારાષ્ટ્ર (Maharashtra) ના નાગપુર જિલ્લા (Nagpur District) માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ કિસ્સામાં, તકનીકી ખામી (Technical Glitch) ને કારણે, એક એટીએમ (ATM)…

મહારાષ્ટ્ર (Maharashtra) ના નાગપુર જિલ્લા (Nagpur District) માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ કિસ્સામાં, તકનીકી ખામી (Technical Glitch) ને કારણે, એક એટીએમ (ATM) પાંચ ગણા વધારે પૈસા આપવા લાગ્યું. આ સમાચાર ફેલાતાની સાથે જ એટીએમમાંથી પૈસા ઉપાડવા લોકો લાંબી કતારોમાં ઉમટી પડ્યા હતા. બાદમાં કોઈએ બેંકને જાણ કરતાં એટીએમ બંધ કર્યું.

આગની જેમ ફેલાઈ ગયા સમાચાર
આ મામલો મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ખાપરખેડા શહેરનો છે. ખાનગી બેંકના એટીએમમાં ​​આ ભૂલ સર્જાઈ હતી. આ વાત ત્યારે સામે આવી જયારે એક વ્યક્તિ ATM 500 રૂપિયા ઉપાડવા આવ્યો હતો. તેને એટીએમમાંથી 500ની એક નોટ મળવાની જગ્યાએ પાંચ નોટ મળી હતી. બુધવારની આ ઘટનાને જોતા જ વિસ્તારમાં આ માહિતી ફેલાઈ ગઈ હતી, ત્યારબાદ એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા.

ખાપરખેડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, જ્યાં સુધી બેંકના ગ્રાહકે સ્થાનિક પોલીસને જાણ ન કરી ત્યાં સુધી લોકો એટીએમમાંથી પૈસા ઉપાડતા રહ્યા. માહિતી મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને એટીએમ બંધ કરી દીધું. જે બાદ પોલીસ અધિકારીઓએ બેંકને જાણ કરી હતી. તેમણે કહ્યું કે ટેકનિકલ ખામીના કારણે એટીએમમાંથી પાંચ ગણા પૈસા નીકળવા લાગ્યા હતા.

વાસ્તવમાં, ATMમાં પૈસા નાખતી વખતે નાની અજાણતાના કારણે આ ઘટના બની હતી. પૈસા જમા કરાવતી વખતે 100 રૂપિયાની ટ્રેમાં 500ની નોટો મૂકી દીધી હતી. આ જ કારણે એટીએમ રૂ. 100ની નોટ તરીકે 500ની નોટો આપવા લાગ્યું હતું. આ કારણોસર 500 રૂપિયા ઉપાડ્યા બાદ 100-100ની પાંચ નોટને બદલે 500-500ની પાંચ નોટો આવી રહી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મામલે હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *