Delhi Market Car Accident: બુધવારે દિલ્હીના ગાઝીપુર વિસ્તારમાં એક કારે અનેક લોકોને કચડી નાખતાં 22 વર્ષની એક યુવતીનું મોત થયું છે અને ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા હતા.પોલીસે જણાવ્યું કે આ ઘટના રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી, ત્યારબાદ સ્થાનિક લોકોએ અકસ્માત સર્જનાર વાહનમાં તોડફોડ કરી હતી અને ડ્રાઈવરને(Delhi Market Car Accident) માર માર્યો હતો. જે બાદ ગંભીર રીતે ઘાયલ ચાલકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોનો આરોપ છે કે ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો હતો. જો કે, પોલીસે જણાવ્યું હતું કે આ બાબત જાણવા મેડિકલ તપાસ કરાવવામાં આવશે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પૂર્વ) અપૂર્વ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “કુલ સાત ઘાયલ લોકોને લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી પાંચ મહિલાઓ અને બે પુરૂષ છે.
કેવી રીતે બની ઘટના?
મળતી માહિતી મુજબ, બુધ બજાર વિસ્તાર પૂર્વ દિલ્હીના ગાઝીપુરમાં છે. અહીં અચાનક એક ઓરા કાર લોકોને કચડીને પસાર થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવર દારૂના નશામાં હતો. તેણે દારૂના નશામાં બુધ બજારથી મયુર વિહાર ફેઝ 3 સુધી ટેક્સી ચલાવી હતી અને 15 થી વધુ લોકોને કચડી નાખ્યા હતા.
વીડિયો સામે આવ્યો
આ ઘટનાની કેટલીક તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બજારમાંથી એક સ્પીડમાં આવતી કાર લોકોને કચડી રહી છે. કારની સ્પીડ એટલી ઝડપી છે કે લોકો કંઈ સમજે તે પહેલા જ તેને કચડી નાખે છે. કેટલીક તસવીરોમાં જોઈ શકાય છે કે અકસ્માત બાદ ટેક્સી કાર સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગઈ હતી.
Dangerous VIDEO of accident in #Delhi: Uncontrollable car entered the market of #MayurViharPhase3, many people injured pic.twitter.com/6ARgJ3ddsS
— Jacob Mathew (@Jacobmathewlive) March 13, 2024
એક યુવતીનું થયું મોત
જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના લગભગ 9 વાગ્યાની આસપાસ બની હતી. દુકાનદારો અહીં બજારમાં બેઠા હતા. લોકો માટે આવી રહ્યા હતા, ત્યારે બેકાબૂ કારે ખળભળાટ મચાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ઘાયલોમાં પુરૂષ અને મહિલા બંનેનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં આરોપીને પણ ઈજા થઈ હતી. અકસ્માત બાદ ભારે હોબાળો મચી ગયો હતો. લોકોએ કારમાં તોડફોડ કરી રોડ બ્લોક કરી દીધો હતો. આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App