ગુજરાતમાં ભલે રૂપાણી સરકાર દ્વારા દારૂબંધીનો કાયદો બનાવાયો પરંતું દારૂબંધીના કાયદાના ધજીયા ઉડાવતા વીડિયો ઘણીવખત સોશિયલ મીડિયામાં વાયરલ થયા કરે છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોથી ફરી એકવાર ગુજરાત શરમજનક બન્યું છે. આ વીડિયો કચ્છના મુન્દ્રાનો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં કેટલાક યુવાનો દારૂની રેલમછેલ કરી રહ્યા છે. અને એકબીજાને નવડાવી લગ્ન પ્રસંગમાં ઝૂમી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે, જેમાં લગ્નમાં આવેલા મહેમાનો દારૂની બોટલ સાથે ‘પીલે-પીલે ઓ મેરે રાજા, પીલે-પીલે ઓ મર જાની’ ગીત પર ગરબે ઝુમી રહ્યા છે, અને એક બીજા પર દારૂ રેડી એકબીજાને નવડાવી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં કચ્છના મુન્દ્રા કાંડાગરાનો વાયરલ થયેલા વીડિયોમાં યુવાનો દારૂ પીતા નથી, પણ દારૂથી નવડાવતા યુવાનો નજરે પડી રહ્યા છે. આ ઘટનાથી એક વાત તો ચોક્કસ નક્કી થાય છે કે ગુજરાતમાં દારૂ મેળવો કેટલો આસાન છે અને દારૂની કેવી રેલમછેલ છે તેના દ્રશ્યો સામે આવ્યા છે.
કચ્છના મુન્દ્રામાં એક લગ્ન પ્રસંગમાં દારૂડિયાઓ ભેગા મળીને નાચગાન કરી રહ્યા છે અને હાથમાં અને માથા પર દારૂની બોટલો લઈને ડાન્સ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ વાયરલ થયેલા વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. એક બાજુ સરકાર ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરે છે, ત્યારે ગુજરાતમાં લગ્નપ્રસંગ કે કોઈ અન્ય પ્રસંગે દારૂ ખુલ્લેઆમ પીવાય પણ છે અને મળે પણ છે. ત્યારે જો સરકાર એમ કહેતી હોય કે ગુજરાતમાં દારૂ મળતો નથી અને દારૂબંધીના કાયદાનું પાલન થાય છે તો આ વીડિયો શું છે. આ વીડિયો રાજ્ય સરકારને ઘણું બધુ કહી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.