શ્વાનના બચ્ચાઓ સાથે ક્રૂરતાની ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ ગલુડિયાના કાન અને પૂંછડીઓ કાપી નાખી હતી. એટલું જ નહીં, આરોપીઓએ કથિત રૂપે તે અંગો પર મીઠું લગાવ્યું અને તેને દારૂ સાથે ખાઈ ગયો હતો. ઘાયલ થયેલા ગલુડિયાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે.
અહેવાલ મુજબ, આ ઘટના બરેલી જિલ્લામાં બની છે. પીપલ ફોર એનિમલ્સ સંસ્થાના સભ્ય ધીરજ પાઠકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મુખ્ય આરોપીનું નામ મુકેશ વાલ્મીકી જણાવવામાં આવી રહ્યું છે.
મુકેશ વાલ્મીકી અન્ય વ્યક્તિ સાથે દારૂ પીતો હતો. આરોપ છે કે નશાની હાલતમાં તેણે એક ગલુડિયાના કાન કાપી નાખ્યા અને બીજા ગલુડિયાની પૂંછડી કાપી નાખી. તેણે કથિત રીતે તે ટુકડાઓ પર મીઠું ભભરાવી ખાઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગલુડિયાઓને પણ માર મારવામાં આવ્યો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપીઓ વિરુદ્ધ એનિમલ ક્રુઅલ્ટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે બંને ગલુડિયાઓ લોહીથી લથપથ મળી આવ્યા હતા. ઘાયલ ગલુડિયાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તેની હાલત નાજુક છે. જ્યારે ગલુડિયા સાથેની આ અમાનવીય ઘટનાની માહિતી એસએસપી અખિલેશ ચૌરસિયા સુધી પહોંચી તો તેમણે તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા.
આ પહેલા પણ રાજ્યમાં પ્રાણીઓ પર ક્રૂરતા સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. હાલમાં જ બરેલીની રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં ઉંદરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તે સમયે એક વ્યક્તિએ કથિત રીતે જીવિત ઉંદરને તેની પૂંછડી સાથે પથ્થર બાંધીને તેને ગટરમાં ડુબાડીને મારવાનો પ્રયાસ કર્યો હતો. કૂતરાઓને પથ્થરોથી કચડીને તેમની હત્યા કરવાનો મામલો પણ સામે આવ્યો હતો. અન્ય એક કિસ્સામાં ટ્રેક્ટર ચાલક દ્વારા કુતરાને જાણી જોઈને કચડી મારી નાખવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.