સુરતમાં દારૂના નશામાં ધુત બુટલેગરને દેશી દારૂના અડ્ડા પર પ્રેમિકાની સામે ચપ્પુના ઘા મારીને ઉતાર્યો મોતને ઘાટ

સમગ્ર રાજ્યમાં હત્યાનાં બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ હત્યાની આવી જ એક ઘટનાને લઈ સુરત શહેરમાંથી સામે આવી છે. સુરત શહેરમાં આવેલ લિંબાયત બાલાજી નગરમાં વહેલી સવારથી શરૂ થતાં દેશી દારૂના અડ્ડા પર પીધેલ બુટલેગરને ચપ્પુના 5 ઘા મારીને પતાવી દેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

એકના એક દીકરાની હત્યાની જાણ થતાંની સાથે જ માતા-પિતા શોકમાં ગરકાવ થઈ ગયાં હતા. મૃતક લાલચંદ છેલ્લા 3 માસથી લિવ ઇનમાં પ્રેમિકાની સાથે રહેતો હોવાનું મિત્રએ જણાવ્યું હતું. જો કે, એક બુટલેગરની તેના જ દારૂના અડ્ડા પર પ્રેમિકાની સામે થયેલી હત્યા પછી લિંબાયત પોલીસની વિરુદ્ધ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

વહેલી સવારમાં દેશી દારૂના અડ્ડા પર હત્યા થવાંથી પોલીસ દોડતી થઈ :
લિંબાયત વિસ્તારમાં આવેલ રત્નપ્રભા સોસાયટીમાં રહેતાં 32 વર્ષીય લાલચંદ દશરથ પરિવારમાં માતા-પિતા હતાં. આની સાથે જ લિંબાયતમાં આવેલ બાલાજી નગરમાં દેશી દારૂનો અડ્ડો ચલાવી રહ્યો હતો. જ્યારે છેલ્લા 3 માસથી લિવ ઇનમાં પ્રેમિકાની સાથે રહેતો હોવાનું મિત્રએ જણાવ્યું હતું.

દારૂના નશામાં ધુત લાલચંદની વહેલી સવારમાં પીધેલે જ ચપ્પુના 5 ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યા થઈ એ સમયે પ્રેમિકા પણ ત્યાં હાજર હતી. વહેલી સવારમાં દેશી દારૂના અડ્ડા પર હત્યા થઈ હોવાની જાણ થયા પછી પોલોસ દોડતી થઈ ગઈ હતી.

હત્યા કરનાર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હોવાની ચર્ચા :
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, લાલચંદની વહેલી સવારમાં 7:00 વાગ્યાનાં સુમારે હત્યા કરવામાં આવી હતી. પેટ, છાતી તથા ગળાના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. હત્યા કરનાર સંતોષ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

બે પરિણીત બહેનના એકના એક ભાઈની હત્યાની જાણ થતાની સાથે જ સમગ્ર પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આની સાથે જ પોલીસ દ્વારા હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આગળની તપાસ બાદ વધુ જાણકારી સામે આવશે.

મરનારે પહેલા આરોપીને માથામાં લાકડાનો ફટકો માર્યો હતો : 
સજ્જનસિંહ પરમાર જણાવતાં કહે છે કે, લિંબાયતમાં હત્યાનો ગુનો બન્યો છે. મરનાર લાલચંદ તથા મારનાર સંતોષ નિકમ છે. બંને મહારાષ્ટ્રીયન છે. બંને જરીના ધંધાની સાથે સંકળાયેલ છે. જરીના ધંધાને લઈ બંનેની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. ગઈ કાલે પણ સામાન્ય ઝઘડો થયો હતો. આની સાથે જ લાલચંદે સંતોષને માથામાં લાકડાનો ફટકો માર્યો હતો. ત્યારપછી સંતોષે લાલચંદને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *