સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ભારતીય ક્રિકેટ ટીમની તાલીમ શિબિર યોજવાની રેસમાં સૌથી આગળ છે. આ ઉપરાંત, વિકલ્પ તરીકે અમદાવાદ અને ધર્મશાલા પણ છે. શુક્રવારે મળેલી બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભારતમાં કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સપ્ટેમ્બરના અંતથી નવેમ્બર સુધી દુબઇમાં યોજાઈ શકે છે.
ભારતીય ક્રિકેટરો પણ દુબઈમાં ફરી પ્રેક્ટિસ શરૂ કરી શકે છે. બોર્ડની એપેક્સ કાઉન્સિલની ઓનલાઇન બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ અંતિમ નિર્ણય આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલ લેશે. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે આઇપીએલ આઈપીએલ દુબઇમાં થવાની સંભાવના છે, કારણ કે કોરોના રોગચાળાને કારણે ભારત સંવેદનશીલ સેન્ટર બની રહ્યું છે.
તેમણે કહ્યું કે, પ્રેક્ટિસ કેમ્પ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ અથવા ધર્મશાલા ખાતે પણ થઇ શકે છે, પરંતુ કોરોના કેસોમાં વધારો થવાના કિસ્સામાં દુબઈ સૌથી વધુ સુરક્ષિત છે. આઈપીએલ ઇવેન્ટ અંગેની અટકળો વચ્ચે દુબઈ સિટીના હેડ ઓફ ક્રિકેટ એન્ડ કોમ્પિટિશન સલમાન હનીફે કહ્યું કે તેઓ આવી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે તેમની સુવિધાઓ તૈયાર કરી રહ્યા છે.
આઈપીએલ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાઈ શકે છે, કેમ કે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ અંગે અનિશ્ચિતતા છે. ગલ્ફ ન્યૂઝ સાથે વાત કરતાં હનીફે કહ્યું કે દુબઈ સ્પોર્ટસ સિટી ટી -20 લીગના સંભવિત સ્થળ તરીકે તૈયાર છે. સ્પોર્ટ્સ સિટીમાં દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ અને આઈસીસી એકેડેમીનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news