વિજકંપનીની લાલિયાવાડી: વડોદરામાં બંધ મકાનનું બીલ આવ્યું 18000

કોરોનાની મહામારીમાં જનતા ને રાહત આપવામાં નિષ્ફળ ગયેલી સરકાર નું જાણે તંત્ર ઉપર કોઈ નિયંત્રણ નથી, તે રીતે ગુજરાતમાં વધારે આવેલા વીજ બિલો એ જનતા…

કોરોનાની મહામારીમાં જનતા ને રાહત આપવામાં નિષ્ફળ ગયેલી સરકાર નું જાણે તંત્ર ઉપર કોઈ નિયંત્રણ નથી, તે રીતે ગુજરાતમાં વધારે આવેલા વીજ બિલો એ જનતા ની કમ્મર તોડી નાખી છે.

સૂરત, અમદાવાદ,વડોદરા માં લોકો રીતસર રસ્તા ઉપર ઉતર્યા હતા પણ સરકાર વીજ કંપનીઓને કાબુ માં કરવા નિષ્ફળ ગઈ છે. વડોદરામાં તો વળી ગ્રાહક જો કમ્પ્લેનની વાત કરે તો કહે કે પહેલા પૈસા ભરો પછી બીજીવાત નહીતો લાઇન કપાઈ જશે. ત્યારબાદ કન્ઝ્યુમર કોર્ટ માં જજો આવી દાદાગીરી સાથે જવાબ મળી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે, મધ્ય ગુજરાત વીજ નિગમ લિમિટેડ દ્વારા વડોદરા માં ફતેગંજ વિસ્તારની સોસાયટીઓ માં પણ આ મુજબની ફરિયાદો સામે આવી છે.

જેમાં એક કિસ્સા માં એક પરિવાર તો ઘર બંધ કરી બહાર ગયું છે અને તે વખતે 8 હજાર બિલ આવ્યું હતું પરંતુ ત્યારબાદ ઘર સતત બંધ હાલત માં હોવાછતાં આ પરિવાર ને વીજ કંપની દ્વારા 18000 ના બીલ નો મેસેજ મોકલતા ઘર બંધ હોવાછતાં પણ આ બિલ કેવીરીતે આવ્યું તે વાત તપાસ નો વિષય બની છે.

ઉપરથી વીજ કંપની વીજ જોડાણ કાપી નાખવાની ધમકી આપી રહયા ની ફરિયાદ ઉઠી છે. આમ સરકારે જનતા ને લોલીપોપ આપી ફરી જતા હવે જનતા ચારેબાજુથી મોંઘવારી માં ચક્દાઈ રહી છે જેઓની વાત સાંભળવા વાળું કોઈ નહિ હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.

હાલ સૂરત,અમદાવાદ, વડોદરા સહિતના અન્ય શહેરો માં વિજબીલો મુદ્દે જનતામાં અસંખ્ય ફરિયાદો ઉઠી રહી છે અને રજુઆતો બાદપણ કોઈ સાંભળતું નથી. ત્યારે જનતા માં નિરાશા વ્યાપી ગઈ છે અને સરકારે લોકો ને ઉલ્લુ બનાવ્યાનો અનુભવ થઇ રહ્યો છે, ત્યારે સરકારના જવાબદારોની ચૂપકીદી ઘણુંબધું કહી જાય છે.સરકારનું વીજ વિભાગ પર કોઈ પણ પ્રકારનું નિયત્રણ ના હોવાની આ વાત સાબિતી આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *