સુરત(Surat): શહેરમાં અવાર નવાર સીટી બસ(City bus) ચાલકોની બેદરકારી સામે આવતી જ હોય છે. જેના કારણે ઘણી વાર લોકોના જીવ પણ જતા હોય છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે આવી ઘટનાઓનો સિલસિલો યથાવત રહે છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં બી.આર.ટી.એસ બસનો અકસ્માત સર્જાયો હતો. બી.આર.ટી.એસ બસની બ્રેક ફેઈલ થતા બસ પર્વત પાટિયા વિસ્તારની અંબિકા નગર સોસાયટીમાં ઘરમાં ઘુસતા ઘુસતા રહી ગઈ હતી. સદ્દનસીબે ઘરની આગળ ઝાડ હોવાને કારણે બસ ઝાડમાં અટકી ગઈ હતી. જો ઝાડ ન હોત તો બસ સીધી ઘરમાં જ ઘુસી ગઈ હોત.
આ ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાની થઈ નથી. તેમજ ઘટનાને પગલે ઘરના રહીશો તેમજ સ્થાનિક લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ એક વાર નહિ, પરંતુ અનેક વાર બી.આર.ટી.એસ બસના અકસ્માતો સામે આવતા હોય છે. જેમાં બસ ચાલકની ભૂલોને કારણે ઘણી વાર નિર્દોષ લોકોના જીવ જતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.