Gujarat Heavy Rain: ગુજરાતમાં ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર પર અસર થઇ છે. જેમાં રાજ્યના 357 રસ્તાઓ વરસાદના કારણે બંધ છે. તેમજ રાજ્યમાં 2 નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરાયા છે. રાજ્યના 21 સ્ટેટ હાઈવે તથા 305 પંચાયત હસ્તકના રસ્તા બંધ છે. તેમજ વડોદરા જિલ્લામાં ભારે વરસાદ(Gujarat Heavy Rain) અને પૂરના કારણે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગ મકાન પંચાયત હસ્તકના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થતાં નુકસાન થયુ છે.
અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા
વડોદરા શહેરના રસ્તાઓના રિપેરીંગ, રી-સરફેસીંગ અને મેટલવર્ક કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના કુલ 54 માર્ગો પ્રભાવિત થયા હતા. માર્ગ મકાન વિભાગ દ્વારા આ માર્ગોને શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે. જે પૈકી કુલ 50 માર્ગો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ચાર માર્ગો કોઝ વે પર ઓવરટેપિંગ અને પાણી ભરાવાને કારણે બંધ હાલતમાં છે જે પાણી ઓસર્યા બાદ શરૂ થશે.
પંચાયત હસ્તકના કુલ 46 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા
માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે વડોદરા જિલ્લામાં પૂરના કારણે પંચાયત હસ્તકના કુલ 46 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. પૂરના પાણી ઓસરતાં જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા આ રસ્તાઓની મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.
જેમાં 42 રસ્તાઓનું રીપેરીંગ, ખાડા પુરાણ, મેટલ પેચવર્ક, સહિતની કામગીરી કરીને રસ્તાઓને પૂર્વવત કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલમાં કરજણ તાલુકાના ત્રણ અને પાદરા તાલુકાનો એક માર્ગ રસ્તા પર પાણી ભરાવ અને કોઝ વે પર ઓવરટેપિંગના કારણે બંધ હાલતમાં છે. જે પાણી ઓસર્યા બાદ શરૂ થશે.
નદીના પાણી ફરી વળતા હાઈવેને જબરજસ્ત નુકસાન થયું છે. પાણીના પ્રવાહે ડામરના રોડને અનેક ઠેકાણે ઉખાડી દીધો છે. હાઈવેની બંને સાઈડ 10-10 કિમીનો ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છને જોડતો હાઇવે બંધ થતાં સૌરાષ્ટ્રથી કચ્છ જતાં વાહનો પ્રભાવિત થયા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App