Surat Heavy Rain: રવિવારે મોડી સાંજે અવિરત વરસાદના પગલે સુરત શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાતું હતું. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવાં દ્રશ્યો(Surat Heavy Rain) જોવા મળ્યા હતા. 2 કલાકમાં સતત 4 ઈંચ વરસાદ પડતા અ0નેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કામરેજમાં સવા 4 ઈંચ તો તાપીના નિઝરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
સુરત પાણી પાણી થયું
હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે 62 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. એક બાજુ છૂટો છવાયો વરસાદ વરસીને બંધ થઈ જતો હતો, તો બીજી બાજુ બફારો પણ સુરતીઓ અનુભવી રહ્યા હતા. જોકે, આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને મુશળધાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં માત્ર બે કલાકમાં જ ચાર ઇંચ વરસાદ વરસ્યો. સમગ્ર શહેર જળબંબાકાર થયું. ઘણી જગ્યાઓ પર સુરતવાસીઓ વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા છે. સુરતના પલસાણામાં સાંજે 6થી 8માં 4-5 ઇંચ, કામરેજમાં સવા ચાર ઇંચ, તાપીના નિઝરમાં ચાર ઇંચ અને બારડોલીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો.
ઠેર-ઠેર ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા
સુરત શહેર, કામરેજ અને પલસાણા તાલુકામાં સાંજના છ થી આઠ વાગ્યા દરમિયાન બે કલાકમાં ચાર-ચાર ઈચ વરસાદ નોંધાયો છે. સુરતમાં ભારે વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીથી તરબોળ થયા. રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. આઠવાગેટથી રીંગ રોડ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.મેટ્રોની કામગીરીને કારણે પાણીનો નિકાલ ન થતાં ઠેર-ઠેર ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયો હતા.
વરસાદમાં કારણે કરંટ લાગતા મોત
નવી સિવિલના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, પાંડેસરા ખાતે સુખીનગરમાં રહેતો 38 વર્ષીય મિથુન ચેન બારીબ આજે શનિવારે સવારે ઘરે પાણીની મોટર બંધ કરવા ગયો હતો. ત્યારે તેને ઈલેકટ્રીક કરંટ લાગતા તે બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કયો હતો. મિથુન મૂળ ઓડિસામાં પૂરીનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
તે લૂમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બીજા બનાવમાં ભટારમાં રસુલાબાદ ખાતે આંબેડકરનગરમાં રહેતા 61 વષીય અશોક દયારામ સોનવણે આજે સવારે ઘરેથી મજૂરી કામ અર્થે નીકળ્યા હતા. તે સમયે તે ભટાર ખાતે સાંઈ ટાયર્સ એન્ડ ગેરેજ નામની દુકાન પાસે કામની રાહ જોઈને ઉભો હતો. તે લોખંડના એગંલને અડી જતા તેને જોરદાર કરંટનો ઝાટકો લાગ્યો હતો. જેથી તેનું ધટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું. અશોકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તે મજુરી કામ કારતા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App