લગ્ન પછી પહેલા મતદાન: સાત ફેરા ફરતા પહેલા જ વરરાજાએ આખી જાન સાથે કર્યું મતદાન

લોકશાહીમાં ચૂંટણીના દિવસને પણ એક તહેવાર તરીકે જોવામાં આવે છે. આ દિવસને લોકો લોકશાહીનો ઉત્સવ પણ કહે છે. બિમાર હોય, ઓફિસ-કામ ધંધે હોય કે પછી લગ્ન કરી રહેલા દુલ્હા-દુલ્હન હોય… સૌ કોઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. આજે મહાનગર પાલિકાની યોજાઈ રહેલી ચૂંટણીમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

આજે લગ્ન પહેલા દુલ્હા સહિત આખે આખી જાન મતદાન કરવા આવી પહોંચી હતી. અમદાવાદના થલતેજ વોર્ડ નંબર 8માં ઘોડે ચઢીને એક વરરાજા આવ્યા હતા. અમદાવાદ મનપાની ચૂંટણીમાં મતદારોને પ્રેરણા આપતો કિસ્સો જોવા મળ્યો છે. પહેલાં મતદાન પછી બીજા કામ તે જ રીતે આ પરિવારે ‘પહેલાં મતદાન પછી જાન’ એવુ સૂત્ર અનાવ્યું હતું. અમદાવાદના બારોટ પરિવારે પહેલા મતદાન કર્યું ત્યારબાદ જ દિકરાની જાન જોડી હતી. વરરાજા ધનરાજ બારોટે પણ પહેલાં મતદાન કર્યું પછી ઘોડે ચઢીને પરણવા માટે નીકળ્યા હતા.

બારોટ પરિવારે આ વિશે વાત કરતા કહ્યું હતું કે, મત આપણો અધિકાર છે. મતદાન કરવા અમે પહેલાથી જ પ્લાન બનાવ્યો હતો. આજે ચૂંટણી છે માટે મતદાન કરવાનું હોઇ તેમજ લગ્નનું મુહૂર્ત પણ સાચવવાનું હોઇ તેથી ઘરેથી વહેલા નીકળ્યા હતા.

આખી જાને મતદાન કરીને લોકોને અપીલ કરી હતી કે, તમામ મતદારો મત અવશ્ય આપે. મતાધિકારનો ઉપયોગ કરવા માટે જ વ્યસ્તતા વચ્ચે મતદાનનો સમય નીકાળ્યો છે. ધનરાજ બારોટ વરરાજાના ગેટઅપમાં જ મતદાન કરવા પહોંચતા તેમને જોઈ લોકો પણ આશ્ચર્ય પામ્યા હતાં. જોકે, ધનરાજે પહેલા મતદાન પછી જાનની નીતિ અપનાવતા લોકોએ પણ તેનું સન્માન કર્યું હતું.

અસારવા વિસ્તારમાં લગ્ન પહેલા વરરાજાએ રજવાડી ઠાઠમાં મતદાન કરવા માટે મતદાન મથક જીપમાં પહોંચ્યા હતા. વિરેન્દ્ર રાઠાડે લગ્ન પહેલા મતદાન કર્યુ હતું. તેના અમદાવાદના ખોખરા વિસ્તારમાં લગ્ન કરવા જાય એ પહેલા મતદાન કર્યુ હતું.

સપ્તપદીના સાત ફેરા ફરવા માટે જાન લઇને જઇ રહેલા વડોદરાના ફતેપુરા કાલુપુરામાં સોનક પ્રકાશભાઇ રાણા(નેપાળી) પરિવાર સાથે રહે છે. વરરાજા સાથે તેના માતા-પિતા, ભાઇ-ભાભી સહિત જાનમાં જનાર અન્ય કુટુંબીજનોએ પવિત્ર મતદાનના અધિકારને પૂરો કર્યો હતો. આઇ.ટી. કંપનીમાં સેલ્સ માર્કેટીંગમાં નોકરી કરતા યુવાનની તેઓ આઇ.ટી. કંપનીમાં સેલ્સ માર્કેટીંગમાં નોકરી કરે છે.

તેઓ આજે 21 ફેબ્રુઆરીના રોજ કોર્પોરેશનની ચૂંટણીના દિવસે અમદાવાદની રહેવાસી અને તેઓના સમાજની દિપીકા સાથે લગ્ન કરશે. દિપીકા પણ શિક્ષિત છે અને અમદાવાદમાં પ્રાઇવેટ બેંકમાં નોકરી કરે છે. સોનક અને દિપીકા આજે અગ્નિની સાક્ષીએ અમદાવાદમાં સપ્તપદીના સાત ફેરા ફરી સાંસારીક જીવનની શરૂઆત કરનાર છે.લગ્ન કરવા જતા પૂર્વે મતદાન કરવા માટે આવી પહોંચેલા વરરાજાએ જણાવ્યું હતું કે, મતદાન કરવું મારો અધિકાર છે. વડોદરા કોર્પોરેશનમાં વડોદરાની સાથે પોતાના વોર્ડ વિસ્તારનો સારો વિકાસ કરે તેવા કાઉન્સિલરો ચૂંટાઇને જાય તેવા કાઉન્સિલરો જીતે તેવી મારી લાગણી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *