Accident in Surendranagar: સુરેન્દ્રનગરમાં વધુ એક ગમખ્વાર અકસ્માત(Accident in Surendranagar) સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. મુળીસરા રોડ પર સડલા નજીક અક્સમાત સર્જાયો હતો.મૂળી-સરલા રોડ પર સરલા પાસે કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી ગઈ હતી
ઘટના સ્થળ પર જ થયા ૩ લોકોના કમકમાટી ભર્યા મોત
મુળી-સડલા રોડ પર ડમ્પર પાછળ કાર અથડાતા ઘટના સ્થળે 3 લોકોના મોત થયા છે. જેમાં ડમ્પર પાછળ અલ્ટો કાર ધડાકાભેર અથડાઈ હતી. કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો વધ્યા છે. ત્યારે મૃતકોની ડેડબોડીને પી.એમ માટે રાજકોટ ખસેડવામાં આવી છે. ઘટનાને લઈ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
થાન અને મૂળી પંથકમાં ખનીજ ચોરી ફરી ધમધમી ઉઠી
મૂળી-સરલા રોડ ઉપર ખનીજ ભરેલા ડમ્પર પાછળ રિફલેકટર લાઈટ નહી હોવાથી પાછળ આવતી કાર ઘૂસી ગઈ હતી. જેથી કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે. આ ત્રણેય મૃતકો મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લાકડદાના રહેવાસી હતા. કોલસાની ખાણોમાં ગેરકાયદેસર ખનીજ ચોરીનું વહન કરતાં વાહનો લોકોના જીવ લઈ રહ્યા છે. રાત્રિ દરમિયાન ગેરકાયદેસર ખનનનું વહન કરતા ડમ્પરોનો ત્રાસ વધ્યો છે. થાન અને મૂળી પંથકમાં ખનીજ ચોરી ફરી ધમધમી ઉઠી છે.
મૃતકના નામ, તમામ મોરબીના રહેવાસી: કરમશીભાઈ ડાભી, પાંચુબેન ડાભી, મહેશભાઈ ડાભી
અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા
આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્દશ્યો પણ સર્જાયા હતા. અકસ્માતના બનાવના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા. ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલીક દોડી આવી હતી અને પોલીસે તાકીદે ત્રણેય લાશોને પોસ્ટ મોર્ટમ માટે મૂળીની સરકારી હોસ્પિટલે મોકલી આપી ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હજુ મૃતકોના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા ન હોવાથી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પરંતુ હાઈવે પર માતેલા સાંઢની માફક દોડતા ડમ્પરોએ વધુ ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારી દેતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube