લુંટેરી દુલ્હનને શરમાવે તેવો લુંટેરો દુલ્હો ઝડપાયો, છ-છ યુવતી સાથે લગ્ન કરી લગાવ્યો લાખો રૂપિયાનું ચૂનો

આંધ્રપ્રદેશમાં એક વ્યક્તિએ 7 યુવતીઓ સાથે લગ્ન કરીને અત્યાર સુધીમાં કુલ 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. તેમાંથી તેણે 6 મહિલાઓ સાથે લગ્ન કરીને છેતરપિંડી…

આંધ્રપ્રદેશમાં એક વ્યક્તિએ 7 યુવતીઓ સાથે લગ્ન કરીને અત્યાર સુધીમાં કુલ 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. તેમાંથી તેણે 6 મહિલાઓ સાથે લગ્ન કરીને છેતરપિંડી કરી હતી, જ્યારે તેણે 7મી મહિલા સાથે લગ્ન કરે તે પહેલા જ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે તેની ધરપકડ કરી છે.

પોલીસે 33 વર્ષીય શિવ શંકરની ધરપકડ કરી છે. આ વ્યક્તિએ અત્યાર સુધીમાં બે રાજ્યોમાં છ મહિલાઓ સાથે લગ્ન કરી ચુક્યો છે. જ્યારે તેણે 7મી મહિલા સાથે લગ્ન કરવાના બહાને સોનું ગીરવે મૂકી 30 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આ અંગે સાતમી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને આમ શિવશંકર બાબુ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ લુંટેરા દુલ્હાએ 50 લાખથી વધુની છેતરપિંડી કરી છે.

મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે એક વ્યક્તિએ તેની સાથે લગ્ન કરવાનું ખોટું વચન આપ્યું હતું. વિશ્વાસ જીત્યા પછી, તેણે 30 લાખ રૂપિયા ઉછીના લીધા, પરંતુ જ્યારે તેણે વ્યક્તિનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કર્યું તો જાણવા મળ્યું કે તેણે ભૂતકાળમાં પણ ઘણી મહિલાઓ સાથે છેતરપિંડી કરી છે. પોલીસે મહિલાની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શિવ શંકર બાબુએ આ જ રીતે અન્ય 6 મહિલાઓ સાથે છેતરપિંડી કરી હતી.

પોલીસ ઈન્સ્પેક્ટર સુરેશના જણાવ્યા અનુસાર, શિવ શંકર મેટ્રિમોનિયલ સાઇટ્સ દ્વારા છૂટાછેડા લીધેલી મહિલાઓને નિશાને લેતો હતો. તે આવી મહિલાઓનો સંપર્ક કરીને તેમનો વિશ્વાસ જીતીને તેમની સાથે છેતરપિંડી આચરતો હતો. તેની સામે આરસી પુરમ અને કેબીએચપી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલો છે. તેણે 7 મહિલાઓ પાસેથી લગભગ 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે અને તેમનું 20 તોલા સોનું પણ ગીરો રાખ્યું છે. આટલું જ નહીં તેણે નોકરી અપાવવાના નામે અનેક લોકો સાથે છેતરપિંડી પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *