Surat Duplicate Gutka News: સુરત શહેર તો જાણે ડુપ્લીકેટ ચીજવસ્તુઓનું એપીસેન્ટર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. પનીર, ઘી, તેલ બાદ હવે ગુટખા અને પાન મસાલા પણ ડુપ્લિકેટ રીતે અને નિયમોની વિરુદ્ધ વેચાતા હોવાનું સામે આવ્યું છે. સુરત શહેર પોલીસની પીસીબી-એસઓજી (Surat Duplicate Gutka News) શાખાને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકની હદમાં આવેલા સણીયા હેમાદ સ્થિત પ્રિન્સ એસ્ટેટના ક્રિયા શક્તિ લોજીસ્ટીકના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો.
પોલીસે ગોડાઉનમાં રેડ કરીને તપાસ કરતાં અંદાજે 6 કરોડથી વધુની કિંમતનો ગુટખા-પાન મસાલા સહિતની ટોબેકોની આઈટમ મળી આવી હતી. મળતી માહિતી અનુસાર દિલ્હીથી લવાયેલા ડુપ્લીકેટ તમાકુ મિશ્રિત ગુટખા, પાન મસાલાના પાઉચ પૈકી ગુટખઆના પાઉચ ઉપર કોઈ જગ્યાએ સહેલાઈથી દેખાય શકે તે રીતે ચેતવણીની છાપ જેવી કે સ્કલ ક્રોસબોન વર્ડ વોર્નિંગ કે કેન્સરની બિમારી દર્શાવતી કોઈ છાપ કે છબી છાપેલ નહોતી.
આ સાથે જ અંગ્રેજી કે ભારતી ભાષઆમાં ચેતવણીની નહોતી. એક માહિતી અનુસાર આ તમામ જથ્થો દિલ્હીના વોન્ટે આરોપી મહાવીર રખારામ નૈણ દ્વારા ગોડાઉનમાં મોકલવામાં આવ્યો હતો. પાંચ ટ્રાન્સપોર્ટના વાહનમાં જથ્થો મોકલાયો હતો.
સુરતથી આ જથ્થો અનિલ ઉર્ફે અભિષેક યાદવના કહેવાથી મુંબઈ ખાતે મોકલવામાં આવનાર હતો. જેથી પોલીસે સંજય સિતારમા શર્મા, સંદિપ જયવિર નૈણ, વિશાલ રાજીવકુમાર જૈન, સખારામ નૈણ અને અનિલ ઉર્ફે અભિષેક યાદ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ડુપ્લીકેટ ગુટકાના જથ્થો ઉપરાંત બે ટ્રક, અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ. 6 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App