GSRTC લોન્ચ કરી ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના: ઉનાળાના વેકેશનમાં ગુજરાત ફરવાનો સુવર્ણ અવસર

Man Fave Tya Faro Yojana Gujarat: ગુજરાત એસટી નિગમ દ્વારા ‘મન ફાવે ત્યાં ફરો’ નામની યોજના આગામી ઉનાળુ વેકેશન દરમિયાન મૂકવામાં આવી છે. આ યોજના (Man Fave Tya Faro Yojana Gujarat) અંતર્ગત કોઈપણ ગુજરાતી હવે માત્ર રૂપિયા 450 થી લઈને રૂપિયા 1,450 સુધીમાં 4 દિવસથી લઈ 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકે છે. ઉપરાંત આ યોજનામાં મુસાફરો સલામત સવારીની સાથોસાથ વિશેષ સુવિધા પણ મેળવી શકે છે.

સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રવાસ ગુજરાતીઓ કરે છે. ત્યારે ગુજરાત એસટી નિગમ દ્વારા ‘મન ફાવે ત્યાં ફરો’ નામની યોજના કાર્યરત કરાઈ છે. આ યોજના અંબાજીથી ઉમરગામ તેમજ કચ્છથી કાઠિયાવાડ સુધી અમલમાં મૂકવામાં આવી છે. તેમજ ગુજરાતના તમામ એસટી ડેપો સહિત એસટી નિગમની તમામ ગુર્જર નગરી અને અન્ય એક્સપ્રેસ બસમાં લાગુ પડશે.

ગુજરાત એસટી નિગમ દ્વારા નોન એસી સ્લીપર કોચમાં પણ આ યોજના અમલી ગણાશે. ગુજરાતભરના તમામ એસટી ડેપોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને પણ ખૂબ મોટો ફાયદો થશે. તમામ મુસાફરો માટે પણ આ યોજના સસ્તી સવારી સહિત સલામત સવારી બની રહેશે તે નક્કી છે.

જોકે આ યોજના અંતર્ગત પ્રવાસી લોકો માટે પણ એક જ પાસમાં સમગ્ર ગુજરાતમાં ફળી શકશે. ગુજરાત એસટી નિગમ દ્વારા શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત 1450 માં સાત દિવસ માટે સમગ્ર ગુજરાતભરમાં મન ફાવે ત્યાં ગુર્જર નગરીથી લઈ સુપર એક્સપ્રેસ બસમાં મુસાફરી કરી શકાશે. તેમજ 850 રૂપિયામાં ચાર દિવસ સુધી ગુજરાતભરમાં પ્રવાસ થઈ શકશે. સાથોસાથ પરિવાર સાથે જવાનું હોય તો રૂપિયા 450 સુધીની અડધી ટિકિટ લઈને પણ પ્રવાસ થઈ શકશે.