કોરોના કાળમાં આર્થિક સંકડામણ સર્જાતાં સુરતના યુવકે મંદિર લુટી લીધું

સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેસનના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ને મળેલી બાતમી અનુસાર, ચોર્યાસી તાલુકાના વિસ્તારના દામકા ગામના દરજી ફળિયામાંથી યોગેશ બાબુભાઈ પ્રજાપતિ ને ઝડપી પાડી તેની પાસેથી મધ્યમ સાઈઝના પિત્તળના 6 નંગ ઘંટ 32000 રૂપિયાની કિમતના મળી આવ્યા હતા. યોગેશ ની હાથ ધરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં પોતે ખેતીકામ કરે છે તેવું જાણવા મળ્યું છે પરંતુ અત્યારના સમયમાં કોરોનાવાયરસ ની મહામારી ને કારણે છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસ અનુભવી રહ્યો હતો.

જેથી પોતાની આર્થિક ભીંસને દૂર કરવા માટે મંદિરમાં દર્શન કરવાના બહાને જઈને મંદિરના પિત્તળના ઘંટ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો અને છેલ્લા બે મહિનામાં હજીરા વિસ્તારના દામકા ગામના માંડવી ફળિયામાં 22 વર્ષ જૂના સિધવાઇ ભવાની માતાજી મંદિરનો રૂપિયા 4 હજારની કિંમતનો ઘંટ, દરજી ફળિયાના 17 વર્ષ જુના વેરાઈ માતાના મંદિરના રૂપિયા 3000 તથા નાગર ફળિયા ની પાછળ રાજગરી ગામ જવાના રોડ પર આવેલા ખાડિયા હનુમાન ના મંદિર નો રૂપિયા 7100 ઘંટ, દામકા ગામ ની બાજુમાં આવેલા વાંસવા ગામ માં સંતોષી માતાના મંદિરનો 5000 તથા આમલી ફળિયા પાછળ દેવી માતાજી મંદિરનો 10,000 અને હજીરા નજીક ના જુના ગામ ના રાગ ફળિયામાં સાકરીયા હનુમાનજી મંદિરનો 7000 ની કિંમતનો પિત્તળ નો ઘંટ ચોરી કર્યાની કબુલાત કરી હતી.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, યોગેશ પાસેથી પોલીસે ચોરીના 6 ઘંટ ઉપરાંત તે જે મોટરસાયકલ પર ચોરી કરવા જતો આવતો હતો તેને કિંમત રૂપિયા 15000 કબજે લઇ વધુ પુછપરછ હાથ ધરી છે. હાલમાં યોગેશ પોલીસની કસ્ટડીમાં છે. પોલીસ દ્વારા તેની પુછપરછ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *