સુરતના પાંડેસરાના વડોદ ગામના મહાવીરનગરમાં પ્રેમીને પામવા મહિલાએ ચાર સંતાનની નજર સામે જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાખી હતી. હત્યા પછી મહિલાએ ચાર ઈસમો ઘરમાં ઘૂસીને પતિની હત્યા કરી હોવાનું કહ્યું હતું. આ ઘટના વડોદ ગામ સ્થિત મહાવીર નગરમાં ભાડાના રૂમમાં બની હતી. શાકભાજીનો વેપાર અને ગેસ બોટલ રિપેરિંગનું કામ કરતા મૂળ યુપીના પ્રેમચંદ્ર રામગોપાલ સોનકર (ઉ.વ.35)નું ગળું કાપી હત્યા કરી નાખવામાં આવી હતી.
નાસતા ફરતા પ્રેમીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
પાંડેસરા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતાં પ્રેમી સાથે મળી પત્નીએ જ પતિની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે મોડી રાત્રે પત્ની સુધા પ્રેમચંદ્ર સોનકર (ઉ.વ.32)ની ધરપકડ કરી હતી. જ્યારે તેનો પ્રેમી સંતોષ પ્રજાપતિ નાસી છૂટ્યો ગયો હતો. જેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
શું ઘટના બની હતી?
બુધવારે અડધી રાત્રે 1.30 વાગ્યે સંતોષ પ્રજાપતિ મહિલાના રૂમમાં આવ્યો હતો. જેના કારણે પતિ પ્રેમચંદ્રનો સંતોષ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં પત્ની સુધાએ પતિના બે હાથ પકડી રાખ્યા અને પ્રેમીએ પહેલા પ્રેમચંદ્રને નાયલોન દોરીથી ગળે ટૂંપો આપ્યો ત્યાર પછી તેના માથામાં હથોડી વડે મારી અને કસાઈની જેમ પ્રેમી સંતોષે મહિલાના પતિનું ગળું કાપી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ પત્ની ઘરને તાળું મારી ચાર સંતાનો સાથે સામેના રૂમમાં રહેતા પ્રેમી સંતોષના ઘરે ચાલી જઈ આખી રાત વિતાવી હતી.
રૂમમાં પતિની લાશ લોહીથી લથબથ હાલતમાં પડી રહી
વહેલી સવારે સંતોષ બેગ લઈને ફરાર થઈ ગયો ત્યાર પછી મહિલા તેના રૂમનું તાળું ખોલવા માટે પડોશીઓને વાત કરી હતી. જોકે, પડોશીએ ખોલવાનીના પાડતાં આખરે તેણે ઘરનો દરવાજો ખોલી બૂમાબૂમ કરી હતી. જેથી આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. રૂમમાં પતિની લોહીથી લથપથ હાલતમાં લાશ પડી હતી. જેથી સ્થાનિકે 100 નંબર પર જાણ કરતાં પાંડેસરા પોલીસ આવી પહોંચી હતી.
બે બાળકો સાચું બોલી ગયા
પત્નીએ આસપાસમાં રેહતા લોકોને કહ્યું કે, હું બાથરૂમ ગઈ તે વખતે 4 ઈસમો મારા ઘરમાં ઘૂસી પતિની હત્યા કરી ભાગી ગયા હતા. જોકે, તેની સાડીમાં લોહી ડાઘ હતા. જેના કારણે પોલીસને પત્ની પર શંકા ગઈ હતી. જેથી પોલીસે મહિલાના બાળકોની પૂછપરછ કરી હતી. જેમાં બે દીકરીઓને માતાએ ખોટું બોલવા માટે તૈયાર કર્યાં હતાં. જ્યારે બે સંતાનોએ પોલીસને સાચી હકીકતો જણાવી દીધી હતી. આખરે પત્નીનો હત્યાનો ભાંડો ફૂટી ગયો હતો. પ્રેમી સંતોષ સાથે છેલ્લા દોઢ વર્ષથી સુધાને પ્રેમસંબંધ હતા અને તેના ઘરની સામે જ પ્રેમી રહેતો હતો. તેમ જ પતિ પ્રેમચંદ્રએ જ તેને પોતાને ત્યાં નોકરીએ રાખ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.