નિર્માણ પામી રહેલા મકાનની દીવાલ ધરાસાયી થતા સાત બાળકો કાટમાળમાં દટાયા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અલીગઢ(Aligarh) જિલ્લામાં શનિવારે બપોરે એક મોટો અકસ્માત(accident) થયો હતો. વરસાદ (rain)ના કારણે નિર્માણાધીન મકાનની દિવાલ ધરાશાયી થતાં સાત બાળકો કાટમાળ નીચે દટાયા હતા. હુસૈનપુર શહજાદપુર ગામમાં થયેલા આ અકસ્માતમાં 2 બાળકોના મોત થયા છે અને પાંચ ઘાયલ થયા છે. હાલ તમામ ઘાયલોને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.

વાસ્તવમાં, જિલ્લાના દાદોન પોલીસ સ્ટેશન વિસ્તારના હુસૈનપુર શહજાદપુર ગામમાં અતર સિંહના પુત્ર સોરન સિંહના ઘરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ગામના 10 થી 12 વર્ષના બાળકો નજીકના ગામ નિનમાઈની ખાનગી શાળામાંથી બપોરે 3 વાગ્યે અભ્યાસ કરતા હતા. આ પછી તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જોરદાર વરસાદ શરૂ થયો હતો. ગામમાં પહોંચ્યા ત્યારે સાતેય બાળકો બાંધકામ ચાલી રહેલા મકાનની દિવાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન દિવાલ ધરાશાયી થઈ હતી અને સાત બાળકો દિવાલના કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

દિવાલ પડવાનો જોરદાર અવાજ સાંભળીને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને કાટમાળ હટાવીને બાળકોને બહાર કાઢવા લાગ્યા. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી. અધિકારીઓએ જેસીબી મંગાવી ગ્રામ્ય અને પોલીસ દળની મદદથી બાળકોને કાટમાળમાંથી બહાર કાઢી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે મોકલ્યા હતા.

જ્યાં તબીબોએ કાલુ ઉર્ફે અભિષેક પુત્ર રામપાલ, અભિષેક પુત્ર તલેવરને મૃત જાહેર કર્યા હતા. અન્ય તમામ ઇજાગ્રસ્ત બાળકો છારા સીએચસીમાં સારવાર હેઠળ છે. એસડીએમ રવિશંકર સિંહે કહ્યું કે જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર તરફથી પીડિત પરિવારને તમામ શક્ય મદદ પૂરી પાડવાના તમામ પ્રયાસો કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *