આ સમયગાળા દરમિયાન મહિલાઓ ભૂલથી પણ ન કરે સરગવાનું સેવન, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

Drumstick Side Effects: આયુર્વેદમાં સરગવાને ઘણી વસ્તુઓનો ખજાનો માનવામાં આવે છે. હાડકાંથી લઈને ડાયાબિટીસ સુધીની ગંભીર બીમારીઓ માટે ડૉક્ટર્સ તેનું સેવન કરવાની સલાહ આપે છે. એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ બજારોમાં સરગવાની સિંગ(Drumstick Side Effects) આવવા લાગે છે. લોકોને એ સિંગ ગમે છે, પરંતુ એવા ઘણા લોકો છે જેમણે સરગવાની શીંગો ખાવાનું ટાળવું જોઈએ.

આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે સરગવાના પાંદડા, ફૂલ અને શીંગો તમામ ગુણોથી ભરપૂર હોય છે, પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમણે તેનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. જો તે લોકો સરગવો ખાય તો તેઓને કમળા થવાનું જોખમ રહેલું છે.

આ સાથે જ પીરિયડ્સ અને પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન સરગવાની શીંગો ખાવાથી ગર્ભપાતનું જોખમ વધે છે. પીરિયડ્સ દરમિયાન તેનું સેવન કરવાથી દુખાવો વધી શકે છે

જે લોકો લો બ્લડ પ્રેશરથી સંઘર્ષ કરી રહ્યા છે તેઓએ સરગવાની શીંગોનું સેવન ન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. સાથે જ તેના સેવનથી માનસિક તણાવ દૂર થાય છે.

એટલું જ નહિ જે લોકો રક્તસ્રાવની વિકૃતિથી પીડિત હોય તેમણે તેનું સેવન ન કરવું જોઈએ. ઉપરાંત, મહિલાઓએ ડિલિવરી પછી 45 દિવસ સુધી તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.