Dwarka Accident: દ્વારકા જિલ્લા પોલીસબેડાના ચાર પોલીસકર્મી ગઈકાલે હાઈકોર્ટમાં એક મુદ્દત માટે ખાનગી મોટરમાં અમદાવાદ ગયા પછી રાત્રે પરત ફરતા હતા ત્યારે તેમની મોટર બાવળા પાસે ડિવાઈડર સાથે ટકરાઈ પડતા એક પોલીસ કર્મચારીનું ગંભીર ઈજા(Dwarka Accident) થવાથી મૃત્યુ થયું છે અને ત્રણને ઈજા થઈ છે.જેમને અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરાયા હતા.
અકસ્માતમાં પોલીસકર્મીનું કમકમાટીભર્યું મોત
મળતી માહિતી મુજબ ગુરૂવારે દ્વારકા ખાતે પોલીસ મથકે ફરજ બજાવતા ચાર પોલીસ જવાનો અમદાવાદ હાઇકોર્ટ ખાતે શુક્રવારે મુદ્દત હોવાથી પોલીસ કાર લઈ અમદાવાદ જવા નીકળ્યા હતા. મોડી રાત્રીના 1.30 વાગ્યા નજીક તેઓ બાવળા બ્રિજ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે હાઇવે પર બાવળા–સાણંદ ચોકડી પર ડીવાઈડર સાથે તેમની કાર અચાનક અથડાઈ હતી.
અકસ્માત સર્જાતા રાત્રિ દરમિયાન હાઇવે પર લોકો એકત્ર થયા હતા. બનાવ અંગે બાવળા પોલીસ મથકે જાણ થતા પીઆઈ સહિતનો સ્ટાફ્ હાઇવે પર આવી પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્તોને બાવળા 108 મારફ્તે સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા.
પોલીસે તપાસ હાથ ધરી
સારવાર દરમિયાન કોન્સ્ટેબલ ભોપાભાઈ છગાભાઈ બાવૈયા (ઉ.વ.32)નું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે કોન્સ્ટેબલ હરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા(34) અનેદિલીપસિંહ હરિસિંહ જાડેજા(35)ને ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જિલ્લા એસપી અને દ્વારકાના ડીવાયએસપી બાવળા આવી પહોંચ્યા હતા. બાવળા પોલીસ દ્વારા મૃતક કોન્સ્ટેબલનું પીએમ કરાવી અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
લોકોમાં શોકનો માહોલ
પોલીસકર્મીનું અવસાન થયાનું જાણવા મળતા પોલીસબેડામાં શોકની લાગણી પ્રસરી છે. પોલીસકર્મી કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામના વતની હતા અને હાલમાં તેઓ દ્વારકા પોલીસ મથકમાં ફરજ પર હતા. તેમની બે માસૂમ પુત્રીએ પિતાની છત્રછાયા ગૂમાવી દીધી છે. અકસ્માત પછી દોડી આવેલી બાવળા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: aTrishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App