ગુજરાત(Gujarat): રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને તડકા વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. આ વખતે ગુજરાતમાં ચોમાસું (Monsoon in Gujarat) વહેલું આવે તેવી પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. રાજ્યના હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં 10 જૂન પછી ચોમાસું દસ્તક દેશે.
આ વખતે ચોમાસું આંદામાન-નિકોબાર સુધી પહોંચી ગયું છે અને જૂન મહિનાની શરૂઆતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવ થશે. કેરળ રાજ્યમાં પણ ચોમાસું વહેલું આવી જશે. કેરળમાં નિયત સમય 1 જૂન કરતા 5 દિવસ વહેલા ચોમાસાનું આગમન થશે. તારીખ 27મી મેએ ચોમાસું કેરળ પહોંચશે તેવી પ્રબળ શકયતા સેવાઈ રહી છે. આ વર્ષે સામાન્ય કરતા પાંચ દિવસ વહેલું ચોમાસુ પહોંચશે.
જૂનના શરૂઆતમાં જ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરુ થઇ જશે:
ગુજરાતમાં સામાન્ય કરતાં વહેલું ચોમાસું બેસશે તેવા એંધાણ દેખાઈ રહ્યા. જૂનના શરૂઆતમાં જ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરુ થઇ જશે. માત્ર કચ્છને જૂનના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડી શકે છે. ગુજરાતના પૂર્વ ભાગમાં હાલ વરસાદ સારો પડે તેવું લાગી રહ્યું છે. પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો પડે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં 43-44ની આસપાસ જ હવે તાપમાન રહેશે. કારણ કે, આગામી 3-4 દિવસમાં દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશાનો પવન ફુંકાવવાની શરૂઆત થઇ જશે. જેના કારણે અરબી સમુદ્રમાંથી જે પવન આવશે તે તાપમાન વધારો નહિ થવા દે.
ખેડૂતોમાં ખુશીનો માહોલ:
વહેલું ચોમાસું આવશે તેવા સમાચાર સાંભળીને ધરતીપુત્રમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. વરસાદના સમાચાર સાંભળીને ખેડૂતો હરખાઇ ગયા છે. ત્યારે હવે આ વખતે ગુજરાતમાં 10 જૂન પછી ચોમાસું દસ્તક દઈ દેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.