ગુજરાત રાજ્યના હાલાર પ્રદેશ ગણાતાં એવા જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે ગઇકાલે વધુ બે ભૂકંપના આંચકા આવ્યા હતા. આમ જામનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં અંદાજે કુલ 9 વખત આચંકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. લોકો હવે ઉંચી બિલ્ડીંગમાં જતા પણ ડરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ મોડી રાત્રે સવા કલાકના સમયગાળામાં જ 4 ભૂકંપના આંચકા અનુભવાતાં લોકો સફાળા ઘરની બહાર દોડી આવ્યાં હતા. જો કે રિકટર સ્કેલ પર તીવ્રતા ઓછી હોવાના કારણે કોઇ જાનહાનિના સમાચાર મળ્યાં નહોતાં.
આમ જામનગરમાં ગઇકાલે વધુ બે ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. જેમાં ગઇકાલે સાંજે પાંચ કલાક અને રાત્રે 10 વાગે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. સાંજ 5.28 કલાકે 2.1ની જ્યારે 10-09 વાગે 2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આમ જિલ્લામાં 2 દિવસમાં 9 વખત આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આ અગાઉ પણ ગુજરાતમાં ઘણી વખત ભૂકંપના આંચકા રાજ્યના વિવિધ ભાગોમાં અનુભવાયા હતા.જો કે સારી વાત એ છે આ તમામ ભૂકંપના આંચકા દરમિયાન કોઈ જાન હાની થઇ ન હતી. એકતરફ કોરોનાના કારણે લોકો ઘરમાં રહેવા માંગે છે જેના કારણે લોકો સ્વસ્થ રહે પણ આવા ભૂકંપના આંચકાઓથી લોકો હવે ઘરમાં રહેવાથી પણ ડરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews