ગુજરાતના આ શહેરમાં આવ્યો ભૂકંપનો આંચકો, 3.7ની તીવ્રતાના ઝટકાથી દોડધામ

Valsad Earthquake: ગુજરાતના કચ્છ અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે, ત્યારે આજે વહેલી સવારે વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 3.7 નોંધવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ વલસાડથી 39 કિમી દૂર ઉમરગામ તાલુકાના (Valsad Earthquake) સરહદે આવેલા મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લાના તલાસરી કેટલાક ગામો સહિત આજુબાજુમાં વહેલી સવારે બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપના બે હળવા આંચકા અનુભવાયા
પ્રાપ્ત માહિતી અનુસા આજે વહેલી સવારે 4:35 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 3.7 નોંધવામાં આવી હતી. જેનું એ.પી. સેન્ટર વલસાડથી 39 કિમી દૂર નોંધાયું હતું. વહેલી સવારે પાલઘર જિલ્લાના તલાસરીમાં વારાફરતી ભૂકંપના બે હળવા આંચકા અનુભવાયા હતા. ઊંચી બિલ્ડીંગોમાં રહેતા લોકોએ ભૂકંપ અનુભવ્યો હતો. મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલા ગામોમાં ભૂકંપ અનુભવાયો હતો.

લોકો ઘરની બહાર દોડી આવ્યા
ભૂકંપના આંચકાનો અહેસાસ થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે છેલ્લા કેટલાક સમયથી અવાર-નવાર આ વિસ્તારમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે.

કચ્છ જિલ્લામાં પણ આવ્યો હતો ભૂકંપ
શનિવારે કચ્છમાં ભૂકંપનો આંચકો ધરતીકંપ માટે અંત્યંત સંવેદનશીલ કચ્છ જિલ્લાને સતત ધ્રુજાવી રહેલા આંચકાઓ લોકોને ડરાવી રહ્યા છે તેવામાં શનિવારે બપોર બાદ રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાવાળા ભૂકંપના શક્તિશાળી આંચકાએ કચ્છની ધરાને ધ્રુજાવી હતી અને ગુલાબી ઠંડી વચ્ચે કચ્છના પેટાળમાં વધી ગયેલી સીસ્મિક એક્ટિવિટીને પગલે ગભરાટ ફેલાયો છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, શનિવારે ઢળતી બપોરે 4 અને 37 મિનિટે ઉદભવેલા આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઇ આસપાસ નોંધાયું હતું.