ગુજરાત(Gujarat): કચ્છ(Earthquake in Kutch)માં વારંવાર ધરતી ધ્રુજવાની ઘટનાઓ ઘટતી રહે છે. ત્યારે ગઈકાલે સાંજે 10.57 વાગ્યે કચ્છના ભચાઉ(Earthquake in Bhachau)માં ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતાં. 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવવાને કારણે લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં.
મળતી માહિતી મુજબ, કચ્છના ભચાઉથી ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટર દૂર નોંધાયુ છે. આ સાથે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે. નોંધનીય છે કે, ગઈકાલે સવારે જ નર્મદા જીલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે સમયે ભૂકંપનું કેન્દ્રબિંદુ કેવડીયાથી માત્ર 5 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં આવેલ કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર કચ્છની ધરા ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. કચ્છના ભચાઉથી 10 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું માહિતી મુજબ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ છે. જોકે, આ ભૂકંપને કારણે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.
અત્રે નોધનીય છે કે, થોડા પહેલા પણ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી ગયાં હતા. ભૂકંપનો જોરદાર આંચકો આવતા જ લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં સતત 20 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી ઉઠી હતી. ઉલ્લેખનીય છે કે, ભૂકંપ બપોરે 4.27 વાગ્યે આવ્યો હતો.
જો વાત કરવામાં આવે તો 1 માર્ચના રોજ રિએક્ટર સ્કેલ પર 3.3 ની તીવ્રતાના ઉપરાઉપરી બે ભૂકંપો આવ્યા પછી 5મી માર્ચના રોજ કચ્છના ખાવડાથી 28 કિલોમીટર ઉત્તરે સવારે 4.17 વાગ્યે 3.2નો ધરતીકંપ રાજ્યના સિસ્મોલોજી કેન્દ્રમાં નોંધાયો હતો. કચ્છમાં મોટી ફોલ્ટલાઈન છે અને ત્યાં અવારનવાર ભૂકંપ આવતા રહેતા હોય છે પણ, 5મીએ આવેલો ભૂકંપ જમીનથી માત્ર 5.9 કિલોમીટર ઉંડાઈએ કેન્દ્રબિંદુ જોવા મળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.