વાલીઓ ખાસ ચેતજો! દોઢ વર્ષના બાળકના ગળામાંથી એક મહીને બહાર નીકળ્યો સીંગદાણો

Rajkot News: હંમેશા નાના બાળકો રમત દરમિયાન કંઈને કંઈ મોઢામાં નાંખી દેતા હોય છે. પરંતુ કોઈ વાર બાળકો રમત રમતમાં એવી વસ્તુઓ ખાઈ જાય છે…

Rajkot News: હંમેશા નાના બાળકો રમત દરમિયાન કંઈને કંઈ મોઢામાં નાંખી દેતા હોય છે. પરંતુ કોઈ વાર બાળકો રમત રમતમાં એવી વસ્તુઓ ખાઈ જાય છે જે બાદમાં તકલીફ પેદા કરે છે. ત્યારે વધુ એક માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જો ઘટનાની વિગતે વાત કરીએ તો એક દંપતીનું દોઢ વર્ષનું બાળક છેલ્લા એક મહિનાથી બીમાર હતું.

જયારે ડોક્ટર પાસે નિદાન કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે, શ્વાસનળીમાં સીંગદાણો ફસાઈ ગયો છે. ત્યારબાદ ડોક્ટરે દૂરબીનથી ઓપરેશન કરીને સીંગદાણો બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો. મળેલી માહિતી અનુસાર રાજકોટમાં રહેતા દીક્ષિતભાઈનો દોઢ વર્ષનો દીકરો છેલ્લાં કેટલાક દિવસોથી ખુબજ માંદો હતો. તેમના દીકરાને છેલ્લા દસ-બાર દિવસથી સતત ઉધરસ અને કફ હતો તેને ઉધરસ અને કફ મટતો ન હોતો. 

દીક્ષિતભાઈએ અનેક ડોક્ટરોને બતાવ્યું,અનેક  રિપોર્ટ કઢાવ્યા પરંતુ દીકરાની તબિયત સુધરતી ન હતી. ત્યારબાદ આખરે તેમના દીકરાનું સિટી સ્કેન કરવામાં આવ્યુ હતું. રિપોર્ટ જોઈને ડોક્ટરોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. રિપોર્ટ ડોક્ટરોને જાણવા મળ્યું હતું કે, દીકરાના શ્વાસનળીમાં ડાબી બાજુ કંઈક ફસાયેલું દેખાયુ હતું. ત્યારબાદ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, તે સીંગદાણો હતો.

મળેલી માહિતી અનુસાર દીક્ષિતભાઈના દોઢ વર્ષના દીકરાએ આજથી લગભગ એક મહિના પહેલી સીંગદાણાનો પ્રસાદ ખાધો હતો. ત્યારથી દોઢ વર્ષના બાળકને ઉધરસ આવવાની શરૂઆત થઈ હતી. તે સમયે સીંગદાણો બાળકના શરીરમાં ફસાયો હતો અને તે માંદો પડ્યો હતો.

ડોક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, જો સમયસર દીકરાનું નિદાન થયુ ન હોત તો તેનો જીવ પણ જઈ શક્યો હોત. આખરે ડો.હિમાશું ઠક્કરે સફળતાપૂર્વક દોઢ વર્ષના બાળકના શ્વાસનળીમાં  ફસાયેલો સીંગદાણો કાઢીને બાળકનો જીવ બચાવી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *