Winter Fruit Health: શું તમે પણ નાનપણમાં ખાટા-મીઠા, કાચા-પાકા બોર ઝાડ પરથીતોડીને ખાધા છે ?જો તમે ખાધા હોય તો તમે તેનો અનોખો સ્વાદ ક્યારે પણ ભૂલી (Winter Fruit Health) શકશો નહીં. હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને બજારમાં બોર જોવા મળે છે. તો આવો જાણીએ બોરના ફાયદાઓ વિશે..
બોરથી પાંચનતંત્ર મજબૂત થાય છે
બોરમાં ફાયટોકેમિકલ્સ અને વિવિધ પ્રકારના પોષક તત્ત્વો હોય છે. ઠંડીના દિવસોમાં બોર ખાવાથી પાચન માટે જવાબદાર એન્જાઈમ્સ યોગ્ય રીતે કામ કરે છે. બોરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે કબજિયાતને દૂર કરે છે.
હાડકાં મજબૂત બને છે
બોરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ મળી આવે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોવાથી એન્ટી-ડિપ્રેસન્ટ દવા તરીકે કામ કરે છે. સમગ્ર સિઝનમાં નિયમિતપણે બોરનું સેવન કરવાથી ચિંતા દૂર કરવામાં પણ મદદ મળે છે. બોર એમિનો એસિડ હોય છે જે શરીરને તણાવથી દૂર રાખે છે અને લોહીને પણ શુદ્ધ કરે છે.
બોરમાં આ મિનરલ્સ હોય છે
કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંક હોય છે અને વિટામિન A, C, B1, B2, B3 અને B9 હોય છે.
ચહેરા પર ગ્લો જોવા મળે
ભારતમાં બોરની ઘણી જાતો જોવા મળે છે. જે પૈકી ઘણા જંગલી બોર પણ છે, જે નાના કદના હોય છે. જે બોર ઉગાડવામાં આવે છે તે કદમાં મોટા હોય છે અને પોષક તત્ત્વો થી પણ ભરપૂર હોય છે.બોરમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય છે. જેમાં નારંગી કરતાં પણ વધુ વિટામિન C હોય છે. 100 ગ્રામ બોરમાં 69 મિલિગ્રામ વિટામિન સી હોય છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવે છે. જેના કારણે તમારી ત્વચામાં ચમક આવે છે. જો ચહેરા પર ખીલ હોય કે આંખો નીચે કાળા કુંડાળા હોય તો તે લોકોને બોર ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.
ડેન્ડ્રફ પણ દૂર થાય છે
જે લોકોને શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા વધુ હોય છે. બોરમાં પ્રોટીન, વિટામિન સી, કેરેટોલાઈડ્સ, વિટામિન બી કોમ્પ્લેક્સ અને મિનરલ્સ હોય છે.એટલા માટે આપણે દરરોજ 8 થી 10 મધ્યમ કદના બોર ખાવા જોઈએ. બોર ખાવાથી વાળને પૂરતું પોષણ મળે છે. જેના કારણે વાળ પણ જાડા થાય છે.
હાઈ બીપીના દર્દીઓ માટે રામબાણ ઈલાજ
બ્લડપ્રેશરમાં બોર ખાવું ખૂબ જ ફાયદાકારક છે. જે લોકોને હાઈ બીપી હોય તેમને પોટેશિયમથી ભરપૂર ખોરાક લેવાનું કહેવામાં આવે છે. બોર કુદરતી પોટેશિયમથી ભરપૂર હોય છે. બોરને નિયમિત ખાવાથી બ્લડ સર્ક્યુલેશનમાં વધારે છે. બીપી કંટ્રોલમાં રહે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App