શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે લીલી ડુંગળી, ડાયાબિટીસથી લઇને કોલેસ્ટ્રોલ માટે છે રામબાણ

Green Onion Benefits: શિયાળામાં બજારમાં મળતી લીલી ડુંગળી તમને ઘણી સમસ્યાઓમાંથી છૂટકારો અપાવી શકે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ, કઈ બીમારી માટે લીલી ડુંગળી માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે.શિયાળામાં લીલી ડુંગળીનું સેવન ખૂબજ ફાયદાકારક ગણાય છે. તેમાં રહેલ એન્ટીબેક્ટેરિયલ ગુણો, આ ૠતુમાં આપણને બીમાર પડતા અટકાવે છે. લીલી ડુંગળીમાંથી (Green Onion Benefits) મળતાં પોષકતત્વો આપણને કેન્સરથી બચાવે છે.તો બીજી તરફ લીલી ડુંગરીના પાંદ પણ એટલા જ ફાયદા કારક છે. જેનું સેવન શિયાળા દરમિયાન કરવાથી લોહીમાં પણ સુધારો થાય છે.

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુણકારી લીલી ડુંગળી
સ્પ્રિંગ ઓનિયન એટલે કે લીલી ડુંગળી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ એટલી જ ફાયદાકારક છે. ઘણા સમયથી લીલી ડુંગળીનો ઉપયોગ ચાઈનીઝ દવાઓમાં કરવામાં આવે છે. લીલી ડુંગળીમાં સલ્ફર મોટા પ્રમાણમાં મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સાથે જ લીલી ડુંગળીમાં કેલરી ઓછી હોય છે જેથી વજન વધવાનું પણ ટેન્શન નહિ. લીલી ડુંગળીમાં વિટામિન સી અને વિટામિન બી 2 હોય છે. સાથે જ વિટામિન એ પણ ભરપૂર માત્રામાં મળે છે. આ સિવાય લીલી ડુંગળી કૉપર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ અને ફાઈબર પણ મળે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે
ડુંગળીમાં સલ્ફરનું પ્રમાણ સારું હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. એટલે જ બ્લડ પ્રેશરના દર્દીઓ શિયાળામાં લીલી ડુંગળીનું સેવન કરે તો ફાયદો થાય છે.

ડાયાબિટીસ કંટ્રોલ કરે
લીલી ડુંગળીમાં ક્રોમિયમનું પ્રમાણ વધારે હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. સાથે જ લીલી ડુંગળી ખાવાથી ગ્લુકોઝ ટોલરન્સ સુધરે છે.

કેન્સરના રોગમાં ફાયદો
લીલી ડુંગળીમાં પેક્ટિકન હોય છે. પેક્ટિકન એક પ્રકારનું ફ્લૂઈડ્સ કાર્બોહાઈડ્રેટ છે જે પેટના કેન્સર માટે લાભદાયી છે.

સંધિવા અને અસ્થમા
લીલી ડુંગળીમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટીહિસ્ટામિન ગુણ હોય છે. આ જ કારણે સંધિવા અને અસ્થમા જેવી બીમારીઓમાં આરામ મળે છે.

હાડકાં મજબૂત કરે
લીલી ડુંગળીમાં વિટામિન C અને વિટામિન K હોય છે, જે હાડકાંના વિકાસ અને મજબૂતી આપવામાં ગુણકારી છે.