Jaggery Benefits in Winter: પહેલાના જમાનામાં લોકો ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરતા ત્યારે હાલ પણ વડીલ લોકો ઘરના સભ્યોને ગોળ ખાવાની સલાહ આપતા હોય છે. હાલ ગળપણ માટે ખાંડ અને ગોળ આ બન્ને વપરાય છે. હવે હેલ્થ-કૉન્શિયસ લોકો ખાંડનો ઉપયોગ ટાળીને (Jaggery Benefits in winter) એની જગ્યાએ ગોળ વાપરવાનો જ આગ્રહ રાખતા થઈ ગયા છે. આ બદલાવ ઘણો જ સારો છે એ આપણા વડીલો શીરામાં, ચિક્કીમાં અને અન્ય દરેક મીઠાઈમાં ગોળનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હતા, એ સમયે ખાંડ નહીંવત વપરાતી. તેઓ નીરોગી હતા અને હિમોગ્લોબિનની કમી ભાગ્યે જ કોઈમાં જોવા મળતી.
ગોળના પ્રકાર
ગોળ તો બહુ સારો એવું માનતાં પહેલાં બજારમાં મળતા ગોળ અને એના પ્રકાર જાણી લેવા જરૂરી છે. બજારમાં બે પ્રકારના ગોળ ઉપલબ્ધ છે; શુદ્ધ દેખાતો આછા પીળા રંગનો ગોળ અને બીજો એકદમ ઘેરા ચૉકલેટી રંગ જેવો ગોળ. બન્નેના સ્વાદમાં પણ તફાવત હોય છે. ઘેરા રંગનો પ્રાકૃતિક, ઑર્ગેનિક અથવા દેશી ગોળ તરીકે ઓળખાતો આ ગોળ થોડો મોળો અને ખારાશવાળો હોય છે જ્યારે પીળા ગોળમાં ગળપણ વધુ હોય છે, તેથી આ નૉન-ઑર્ગેનિક છે.
પેટ માટે ફાયદાકારક
ગોળ ખાવાથી પેટની બીમારીઓ થતી નથી. જેમને ગેસ અથવા એસિડિટીની સમસ્યા હોય તેમને ગોળ ખાવો જ જોઈએ.સવારે ઉઠ્યા પછી ખાલી પેટે ગોળ ખાવાથી પાચન શક્તિ સારી રહે છે અને ભૂખ પણ વધે છે.
શરદી-ઉધરસ
જે વ્યક્તિને રેગ્યુલર શરદી-ઉધરસની તકલીફ હોય તેઓએ ગોળનું સેવન કરવું જોઈએ. ગોળમાં રહેલ ગુણકારી તત્વ શરદી-ઉધરસ ભગાડવામાં ખૂબ અસરદાર છે. શરદી અને કફ હોય તો કાળા મરી અને આદુ સાથે ગોળ ખાવો જોઈએ. ઉધરસ હોય તો ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવાથી ગળાની ખરાશ અને બળતરા દૂર થાય છે.
સાંધાનો દુખાવો
ઘણા લોકોને સાંધાનો દુખાવો હોય છે અને આ પીડાને કારણે ઊભા થવામાં અને બેસવામાં ઘણી મુશ્કેલી પડેછે. જો તમે સાંધામાં દુખાવાથી પરેશાન છો તો તમારે દરરોજ ગોળ, દૂધ અને આદુનો ઉપયોગ કરવો જોઈએ. ફક્ત ગોળને પીસો અને તેમાં આદુ ભેળવો અને પછી તેને ખાવું.
હાડકાંની શક્તિ વધારે
કેલ્શિયમ અને ફોસ્ફરસ ગોળમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેથી તે હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ અસરકારક છે.
મગજ સક્રિય
શેરડી માથી તૈયાર કરવામાં આવતા પ્યોર ગોળ નું જો રોજ સવારે નાસ્તો કર્યા વગર સેવન કરવામાં આવે તો તેનો ખૂબ મોટો ફાયદો થાઈ છે. તે “માઈગ્રેનમાં” ખૂબ જ અસરકારક છે. નિયમિત ગોળ ખાવાથી તમારૂ મગજ સ્વસ્થ રહેશે અને યાદ શક્તિ વધશે.
અસ્થમા
અસ્થમાથી પીડાતા લોકો માટે ગોળ અને દૂધનું સેવન ખુબજ ફાયદાકારક છે. આવા લોકોએ માત્ર ગોળ અને કાળા તલના લાડવા ખાવા જોઈએ અને તેને ખાધા પછી ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ.
શિયાળામાં ગોળ ખાવાનું કારણ
ગોળમાં સુક્રોઝ 59.7 ટકા, ગ્લુકોઝ 21.8 ટકા, ખનિજ પ્રવાહી 26 ટકા અને પાણીનું પ્રમાણ 8.86 ટકા હોય છે. આ ઉપરાંત ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને કોપર તત્વો પણ સારી માત્રામાં જોવા મળે છે. તેથી જો તમને દરેક ઋતુમાં ગોળ ખાવાનું પસંદ ન હોય તો પણ શિયાળામાં ગોળ ખાવો જ જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App