દિલ્હી પોલીસના આર્થિક ગુના વિભાગે HDFC બેંકના 102 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર ખાનગી કંપની જેનીકા કાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સીએફઓ વૈભવ શર્માની ધરપકડ કરી છે. હકીકતમાં એચડીએફસી બેંકે કંપનીના CFO સામે 102 કરોડ રૂપિયાના ઉચાપતની ફરિયાદ કરી છે.
એચડીએફસી બેંકની ફરિયાદના આધારે, આર્થિક ગુના શાખા (EOW) એ કેસ દાખલ કર્યો હતો. વૈભવ શર્માએ વર્ષ 2007 માં આ કંપનીમાં નાણાંનો હવાલો સંભાળ્યો હતો. આ કંપની ઓડી કાર વેચવાનું અને નાણાં પૂરા પાડવાનું કામ કરે છે.
એચડીએફસી બેંકના અધિકારીઓએ કહ્યું કે, 2018 સુધી બધું બરાબર ચાલી રહ્યું છે. પરંતુ, જ્યારે બેંકના અધિકારીઓએ 2018 માં શંકાના આધારે શોરૂમની મુલાકાત લીધી ત્યારે 200 ની જગ્યાએ માત્ર 29 કાર જોવા મળી હતી. પદ પર હતા ત્યારે વૈભવ શર્માએ કંપનીને 4 વર્ષ માટે નુકસાનમાં હોવાનું જણાવ્યું હતું જ્યારે બેલેન્સ સીટ મુજબ કંપની નફામાં હતી.
એચડીએફસી બેંકના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ રીતે કંપનીએ બેંક પાસેથી લોન લીધી હતી અને તેને 102 કરોડની ઠગાઇ કરી હતી. આ કેસમાં અગાઉ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આવી જ રીતે આ કંપનીએ વિવિધ બેન્કો સાથે 300 કરોડની છેતરપિંડી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle