Delhi Excise Policy Case, Manish Sisodia: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે (5 મે) દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. (ED files chargesheet against Manish Sisodia) આમાં EDએ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પર આરોપ લગાવ્યો છે. મનીષ સિસોદિયા એક્સાઇઝ પોલિસી કેસમાં 29માં આરોપી છે.
મનીષ સિસોદિયા વિરુદ્ધ દાખલ થઇ 2500 પેજની ચાર્જશીટ
EDએ મનીષ સિસોદિયા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં લગભગ 2500 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ તેમની સામે એક્સાઈઝ પોલિસીમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. તમને જણાવી દઈએ કે EDએ એક્સાઈઝ પોલિસી કેસમાં 9 માર્ચે સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પહેલા સીબીઆઈએ લાંબી પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ તેમની ધરપકડ કરી હતી.
સિસોદિયાએ દાખલ કરી નિયમિત જામીન અરજી
સિસોદિયાએ EDની ધરપકડના મામલામાં જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજી પર ગુરુવારે (4 મે) સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે EDને નોટિસ જારી કરીને કેસની આગામી સુનાવણી માટે 11 મેની તારીખ નક્કી કરી છે. સિસોદિયાએ પત્નીની બીમારીના આધારે આ કેસમાં વચગાળાની જામીન અરજી તેમજ નિયમિત જામીન અરજી દાખલ કરી છે.
દિલ્હી હાઈકોર્ટે બુધવારે સીબીઆઈને પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની વચગાળાની જામીન અરજી પર સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. તે દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22માં કથિત ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં છે. વિવાદમાં ફસાયા બાદ આ નીતિ રદ કરવામાં આવી હતી. ઇડી તેનાથી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. આ બંને કેસમાં સિસોદિયા મુખ્ય આરોપી તરીકે ન્યાયિક કસ્ટડીમાં છે. ભ્રષ્ટાચારના કેસમાં નિયમિત જામીન મેળવવાની તેમની અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તેણે હાઈકોર્ટને પત્નીની બીમારીના આધારે આ કેસમાં વચગાળાના જામીન આપવા વિનંતી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.