પેટમાં અસહ્ય દુઃખાવો થતાં 5 વર્ષીય બાળકીને લઈ ગયા હોસ્પિટલ, પેટમાંથી નીકળી એવી વસ્તુ કે…

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ઇડરની 5 વર્ષીય બાળકીની કિડનીની નળીમાંથી 45થી પણ વધારે પથરી કાઢીને બાળકોની હોસ્પિટલના તબીબ દ્વારા સફળ સર્જરી કરીને તેને…

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ઇડરની 5 વર્ષીય બાળકીની કિડનીની નળીમાંથી 45થી પણ વધારે પથરી કાઢીને બાળકોની હોસ્પિટલના તબીબ દ્વારા સફળ સર્જરી કરીને તેને દર્દમૂક્ત કરવામાં આવી છે. અમરદીપ ચિલ્ડ્રન હોસ્પિટલના સર્જન ડો.અમર શાહે કહ્યું હતું કે, ઇડરમાં રહેતા મનીષાબેન તથા પ્રજ્ઞેશ નાયકની 5 વર્ષની દીકરી શ્રી જન્મથી જ ખાવા પીવામાં નબળી હોવાની સાથે જ વજન પણ વધતું ન હતું.

ગત 26 માર્ચે શ્રીને પેટમાં ખુબ દુખાવાની સાથે, પેશાબ ન થતાં તેમજ બેભાન જેવી થઇ હતી. જેને લીધે તેને બાળકોના ડો. સત્યપાલસિંહની પાસે લઇ જવામાં આવી હતી. જ્યાં સોનોગ્રાફી, બ્લડ-યુરિનની તપાસમાં તેને જમણી કિડનીની નળીમાં પથરીનું સારવાર થતાં બાળકીને હિંમતનગરના સર્જન તેમજ યુરોલોજીસ્ટ ડોકટર પાસે તપાસ કરાવવા લઈ ગયાં હતાં.

જ્યાં કિડનીમાં 2-4 તેમજ નળીમાં અસંખ્ય પથરીનું નિદાન થતાં તેને 26 માર્ચનાં રોજ અમારી પાસે મોકલવામાં આવી હતી. બાળકીની તપાસ કરતાં તેને ‘ઓબસ્ટ્રેક્ટિવ મેગા યુરેટર’ સારવાર કરીને બીજા દિવસે સફળ સર્જરી કરવામાં આવી હતી તેમજ 45થી પણ વધારે પથરી કાઢીને દર્દમૂક્ત કરવામાં આવી છે.

વહેલું નિદાન શક્ય:
સિનિયર પીડિયાટ્રિક સર્જન ડો.અનિરુદ્ધ શાહ જણાવે છે કે, કિડનીમાંથી જતી નળીને યુરેટર કહેવામાં આવે છે, આ નળીમાં પથરી ભરાઈ જતા પહોળી થઇને માણસની આંગળી જેટલી થઇ જતાં પેશાબની નળી પાસે બ્લોકેજ થયું હતું, જેને લીધે તબીબ દ્વારા યુરેટરનો સાંકડો ભાગ કાઢીને નળી જોઇન્ટ કરીને બંધ માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

નાના બાળકોમાં કુપોષણથી પેશાબની કોથળીમાં પથરી થાય છે પણ હવે પ્રસૂતિ અગાઉ સોનોગ્રાફીમાં નિદાન કરીને સમયસર નિદાનથી પેશાબનું ઇન્ફેક્શન-પથરી અટકાવી શકાય છે. આમ, આ બાળકીને સંપૂર્ણપણે દદર્દમુક્ત કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *