Edible Oil Price Hike: રાજકોટમાં તથા અન્ય શહેરમાં તહેવાર નજીક આવતા કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો છે. એક સપ્તાહમાં કપાસિયા તેલમાં એક ડબ્બા પર 75 રૂપિયાનો વધારો થયો છે જ્યારે પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે કપાસિયા તેલનો એક ડબ્બાનો ભાવ વધીને 1885 થયો છે જ્યારે પામોલીન તેલનો એક ડબ્બાનો (Edible Oil Price Hike) ભાવ વધીને 1685 રૂપિયા પર પહોંચ્યો હતો. તો બીજી તરફ રાયડાના તેલમાં 50 રૂપિયા, કોપરેલ તેલમાં 120નો વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓમાં તથા અન્ય લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
મંદીમાં તેલમાં ભાવ વધારો
મંદીના માહોલમાં સિંગતેલ સિવાય કપાસિયા અને પામોલીન તેલમાં વધારો થયો છે. કપાસિયા તેલમાં એક સપ્તાહમાં ડબ્બે 75નો વધારો તો પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે. તો કપાસિયા તેલનો ડબ્બો 1790 થી વધીને 1885 રૂપિયા સુધી પહોંચ્યો હતો.
બીજી તરફ પામોલીન તેલનો ડબ્બો 1,605 થી વધીને 1685 રૂપિયા થયો હતો. વરસાદથી તેલિબિયા પાકો અને નુકસાનીના અંદાજને લઈને ભાવમાં સતત વધારો થયો છે. ગૃહિણીઓમાં કકળાટ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે તેલિબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે.
સીંગતેલના ડબ્બાનો ભાવ 2690 રૂપિયા
સીંગતેલના ડબ્બાનો ભાવ 2690 રૂપિયા છે. તેમજ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1740 થયો છે. જેમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહિ મળવાને કારણે પિલાણ ઘટ્યુ છે. જેમાં પિલાણ ઓછું થતાં ભાવમાં વધારો નોંધાયો છે.
આજે બજાર ખુલતાની સાથે ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. જેનાથી તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. બજારમાં આજે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો મુકાયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App