બંને હાથ ન હોવા છતાં આ ખેલાડી એવું ‘ટેબલ ટેનીસ’ રમે છે કે, આખી દુનિયા કરી રહી છે વખાણ- જુઓ વિડીયો

સોસીયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોસીયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે હાલ આવો જ એક વિડીયો વાયરલ થયો છે, જે જોઇને તમારામાં રહેલી આળસ અને નબળાઈ દુર થઇ જશે.

હાથ-પગ ગુમાવ્યા બાદ પણ લોકો પોતાની હિંમતથી પોતાનું જીવન જીવે છે, જે એક પરિપકવ માણસને પણ આશ્ચર્યચકિત કરે છે. ખાસ કરીને પેરાલિમ્પિક ખેલાડીઓનું કૌશલ્ય, તેમની હિંમત અદભૂત છે. આ સમયે, એક પેરાલિમ્પિક ખેલાડીનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે મોઢામાં બેટ સાથે ટેબલ ટેનિસ રમી રહ્યો છે. લોકો સતત ઇજિપ્તના ખેલાડી ઇબ્રાહિમ હમદાતુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોઇને શેર કરી રહ્યા છે.

ટેબલ ટેનિસ રમવામાં હમદતુની કુશળતા ખુબ ઉત્તમ છે. બંને હાથ ન હોવા છતાં, તે સામાન્ય ટેનિસ ખેલાડીની જેમ ઝડપથી ટેનિસ રમે છે. તે તેના પગથી બોલ ઉપાડીને અને મોઢામાં બેટથી બોલને ફટકારીને ટેબલ ટેનીસ રમી રહ્યો છે. હમદતુની આ રમવાની રીત જોઇને તો, હાથથી રમતા ખેલાડીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

આ 48 વર્ષીય ટેબલ ટેનિસ ખેલાડીએ 10 વર્ષની ઉંમરે ટ્રેન દુર્ઘટનામાં પોતાના બંને હાથ ગુમાવ્યા હતા. ત્યારથી, તે ટેબલ ટેનિસના ક્ષેત્રમાં ખૂબ આગળ નીકળી ગયો છે અને પેરાલિમ્પિક ગેમ્સમાં પહોંચ્યો છે. તેના એક મિત્રએ હમદતુને ટેબલ ટેનિસ રમવાની સલાહ આપી હતી. અકસ્માત બાદ એક વર્ષ સુધી હમદતુ ઘરની બહાર નીકળ્યો નહોતો, કારણ કે તે લોકોની સહાનુભૂતિ લેવા માંગતો ન હતો. આ પછી તેણે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું, પરંતુ આમાં તેને સંતુલન બનાવવામાં સમસ્યા થતી હતી. આખરે ટેબલ ટેનિસ રમીને આ ખેલાડીએ આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *