સમગ્ર વિશ્વમાં મંદિરની બહાર બેસીને ભિખારી ભીખ માંગતા હોય છે. અને મંદીરમાં આવતા-જતા લોકો આવા લોકોને ગરીબ સમજીને અમુક રૂપિયા પણ આપતા હોય છે. પરંતુ આમાંથી અમુક લોકો રૂપિયાવાળા હોવા છતાં મંદિર બહાર બેસીને ભીખ માંગતા હોય છે. ત્યારે આજ રોજ આવી જ એક ઘટના સામે આવી છે.
એક ભિખારીના બેંક ખાતામાં 1 કરોડ 42 લાખ રૂપિયા જમા કરાવવાનો મામલો સામે આવ્યો છે. તેમજ એક મહિલા ભિખારીના નામે પાંચ મકાનો પણ મળી આવ્યા છે. આ ભિક્ષુક મહિલાની ઉમર 57 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે. એક ખાનગી ન્યુઝ મીડિયાના અહેવાલ મુજબ, આ મહિલા ભિક્ષુક ઇજિપ્તની બેંકમાં આશરે 1.5 કરોડ રૂપિયા છે. પોલીસે ભિખારીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઇજિપ્ત ના એક સ્થાનિક અખબાર અલ મસરી અલ યૂમના અહેવાલ મુજબ, મહિલા ભિખારી વ્હીલચેરમાં બેસીને ભખ માંગતી હતી. અને આ ઉપરાંત પોતાનો પગ કપાયેલી હાલતમાં હોય તેવું બતાવતી હતી. તે માત્ર એક જ જગ્યાએ બેસીને નહિ પરંતુ ઇજિપ્તનાં ઘણાં રાજ્યોમાં જઈને ભીખ માંગતી હતી.
મહિલા ભીખ માંગતી વખતે વ્હીલચેરમાં હતી, પરંતુ બાકીના સમયમાં તે પગ સાથે ચાલતી હતી. એવું કહેવામાં આવે છે કે, જ્યારે એક વ્યક્તિએ મહિલાને પગ સાથે ચાલતા જોય ત્યારે આ મામલો બહાર આવ્યો હતો. મહિલાનું નામ નફીસા તરીકે વર્ણવવામાં આવ્યું છે.
પોલીસને તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, મહિલાને કોઈ રોગ નથી. તપાસ દરમિયાન જ ભિખારીઓના બે બેંક ખાતામાં 1 કરોડ 42 લાખ રૂપિયાની રકમ જમા કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle