ગુજરાત(Gujarat): પાંચ દિવસથી ચાલી રહેલા રાજકીય સંઘર્ષ વચ્ચે શિવસેના(Shiv Sena)ના બળવાખોર નેતા એકનાથ શિંદે(Eknath Shinde) મહારાષ્ટ્ર(Maharashtra)માં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) અને અમિત શાહને મળ્યા હોવાની માહિતી વિશ્વાસુ સુત્રો પાસેથી મળી છે. સૂત્રોના જણાવ્યા મુજબ શુક્રવારના રોજ ત્રણેય નેતાઓ વડોદરા(Vadodara)માં એકબીજાને મળ્યા હતા.
દેવેન્દ્ર ફડણવીસ પણ રાત્રે 10.30 વાગ્યાની આજુબાજુ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. એકનાથ શિંદે સહિત ૬ વ્યક્તિઓ પ્રાઈવેટ ચાર્ટર ફ્લાઈટથી શુક્રવાર રાત્રે 11.30 વાગ્યે ગુવાહાટીથી નીકળ્યા હતા અને શનિવારના વહેલી સવારે 6.30 – 6.45 વાગ્યે ગુવાહાટી પાછા ફર્યા હતા.
દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સાથે કરી મુલાકાત:
સૂત્રોના જણાવ્યા મુજબ ગૃહમંત્રી અમિત શાહ પણ શુક્રવારના રોજ રાત્રે 10 વાગ્યાથી લઈને ગઈકાલે સવાર સુધી વડોદરામાં હતા.સુત્રોના જણાવ્યા અનુસાર તેઓ સર્કિટ હાઉસમાં રોકાયા હતા. જોકે એ કહેવું મુશ્કેલ થઇ રહ્યું છે કે, તેમણે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી કે કેમ. ફડણવીસ અને એકનાથ શિંદેની બેઠક બાદ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી પર જવાની ચર્ચાઓ વધારે તેજ થઈ ગઈ છે.
“હિમ્મત હોય તો પોતાના પિતાના નામ પર વોટ માંગો”:
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહ્યું છે. દિવસેને દિવસે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેજૂથ વચ્ચેની તકરાર વધુ તીવ્ર બની રહી છે, નેતાઓ પણ એકબીજા શાબ્દિક પ્રહાર કરતા જોવા મળે છે. આજે મુંબઈમાં શિવસેનાની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે જો તમારામાં હિંમત હોય તો બાળાસાહેબના નામે નહીં પણ પોતાના પિતાના નામે વોટ માગો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.