આ દેશ અમેરિકાથી કાઢી મુકાયેલાં લોકોને પૈસા લઈ પોતાની જેલમાં વસાવવા માટે તૈયાર: જાણો વિગતે

America Deport: અલ સાલ્વાડોરએ અમેરિકાના હિંસક અપરાધીઓ અને કોઈપણ રાષ્ટ્રીયતાના ડીપોર્ટ કરવામાં આવેલા લોકોને સ્વીકાર કરવાની સહમતી (America Deport) દર્શાવી છે. બંને દેશોના અધિકારીઓએ સોમવારે આ જાહેરાત કરી હતી. ટ્રમ્પ સાથે થયેલી આ સમજૂતી આલોચકો અને માનવઅધિકાર સંગઠનો માટે ચિંતાનો વિષય બની ગયો છે.

અમેરિકન વિદેશ મંત્રાલયના મંત્રી માર્કો રુબીઓએ સોમવારે અલ સાલ્વાડોરએ દુનિયામાં સૌથી અસાધારણ અને અભૂતપૂર્વ ઈમીગ્રેશન સમજૂતીને સ્વીકાર કરી છે. તેમણે કહ્યું કે આ દેશ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારા લોકોને અલ સાલ્વાડોર આશ્રય આપતો રહેશે.

અમેરિકા રિપોર્ટ કરાયેલા લોકોને અલ સાલ્વાડોરની જેલમાં રાખી શકાશે
રુબીઓ એ કહ્યું કે અમેરિકામાં ગેરકાયદે રહેતા કોઈપણ અપરાધી પછી તે ભલે ગમે તે દેશના હોય તેને અલ સાલ્વાડોર સ્વીકાર કરશે અને પોતાની જેલમાં રાખશે. આ ઉપરાંત અમેરિકામાં જેલમાં કેદ થયેલા અપરાધીઓને પણ પોતાની જેલમાં સાચવશે.

કેદીઓને સાચવવા બદલ ચૂકવણી કરશે અમેરિકા
અધિકારીઓએ આ સમજૂતીની પુષ્ટિ કરતાં એક્સ પર લખ્યું છે કે અમે અપરાધીઓને પોતાના મેગા પ્રિઝનમાં રાખવા માટે તૈયાર છીએ પરંતુ તેના માટે એક રકમ લેવામાં આવશે. તેમણે કહ્યું કે આ રકમ અમેરિકા માટે ઓછી હશે પરંતુ અમારી માટે ખૂબ મહત્વની હશે.

આવી શકે છે કાયદાકીય અડચણ
આ સ્પષ્ટ નથી કે અમેરિકા સરકાર આ પ્રસ્તાવને સ્વીકાર કરશે કે નહીં, કારણ કે અમેરિકન નાગરિકોને ડીપોર્ટ કરવાની પ્રક્રિયા પર સવાલો ઉઠી રહ્યા છે. માનવ અધિકાર સંગઠનોએ આ પગલાની નિંદા કરી છે. એક મુખ્ય માનવ અધિકાર સંગઠન લીગ ઓફ યુનાઇટેડ લેટિન અમેરિકન સિટિઝન્સએ અમેરિકાના લોકો માટે એક દુઃખદ દિવસ ગણાવ્યો છે.

ટ્રમ્પ પ્રશાસનની પ્રતિક્રિયા અને નીતિઓ
ટ્રમ્પ પ્રશાસનએ આના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે કેટલાક ત્રાંસવાદી સંગઠનો અમેરિકન શહેરને પોતાની બાનમાં લઈ રહ્યા છે. જોકે આનો કોઈ પુરાવો નથી. એટલા માટે અમે આ નીતિ અપનાવી છે.