જાણો વડીલોના ચરણ સ્પર્શ કરવાથી જીવનમાં કેવાકેવા ફાયદાઓ થાય છે, શાસ્ત્રની આ વાતો જાણી ચોંકી ઉઠશો

Published on: 8:49 pm, Mon, 5 October 20

ભારતીય સભ્યતા તેમજ ભારતીય સંસ્કૃતિમાં પગે લાગવાની એટલે કે ચરણ સ્પર્શ કરવાની પરંપરા પ્રાચીન કાળથી  ચાલી આવે છે. આપણે જ્યારે પણ કોઇ વિદ્વાન અથવા ઉંમરથી મોટા વ્યક્તિને મળીએ છીએ ત્યારે આપણે તેમનાં ચરણ કરીએ છીએ. આ પ્રાચીન કાળની પરંપરાને માન અને સન્માનની દૃષ્ટિએ જોવામાં આવે છે. કાશીનાં ધર્મ શાસ્ત્રોનાં જાણકાર પં.ગણેશ મિશ્રનાં જણાવ્યા મુજબ ચરણ સ્પર્શ કરવાની પરંપરા ખાલી એક અભિવાદન કરવાની રીત જ નથી, પણ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે.

પગે લાગવાની પ્રક્રિયામાં વિદ્યુતીય ઊર્જાનું ચક્ર બને છે…
માનવ શરીરમાં માથાથી લઇને પગ સુધી નિરંતર ઊર્જાનો સંચાર થાય છે. તેને કોસ્મિક ઊર્જા કહે છે. આ રીતે જ્યારે આપણે કોઇ વ્યક્તિનાં ચરણનો સ્પર્શ કરીએ છીએ, ત્યારે તેમની પાસેથી ઊર્જા મેળવીએ છીએ. સામે રહેલાં વ્યક્તિનાં પગથી ઊર્જાનો પ્રવાહ હાથ મારફતે આપણાં શરીરમાં આવે છે. પગ ઉપરાંત આપણે શરીરનો કોઇ બીજો ભાગ સ્પર્શ કરીને આશીર્વાદ ન લેવાની પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ રહેલું છે.

જ્યારે આપણે યોગ્ય પ્રક્રિયા દ્વારા ચરણ સ્પર્શ કરીએ છીએ તે સમયે કમર નમે છે તેમજ આપણાં ડાબા હાથની આંગળીઓ સામે રહેલાં વ્યક્તિનાં જમણા પગ તેમજ જમણા હાથની આંગળીઓથી ડાબા પગનો સ્પર્શ કરવામાં આવે છે. આ પ્રક્રિયા પાછળ વૈજ્ઞાનિક વ્યાખ્યા એ છે કે, આપણું શરીર ઘણી તંત્રિકાઓથી મળીને બને છે.

આ તંત્રિકા આપણાં માથાથી ચાલુ થાય છે, તો આપણાં હાથ અને પગની આંગળીઓએ પૂરી થાય છે. ચરણ સ્પર્શ પ્રક્રિયામાં જ્યારે આપણે આંગળીઓથી વિરૂદ્ધ દિશાનાં પગનો સ્પર્શ કરીએ છીએ તે સમયે આપણા શરીરમાં વિદ્યુતીય ઊર્જાનું ચક્ર બને છે. ઉપરાંત, સામે રહેલાં વ્યક્તિનાં શરીરની ઊર્જા આપણા શરીરમાં અંદર પ્રવેશ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle