Election Card Update Camp: રાજ્ય ચૂંટણી પાંચ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત સહિતના રાજ્યના અલગ અલગ શહેર-જિલ્લામાં આગામી તા. ૨૩ એપ્રિલના રવિવારના રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાનાર છે. જે અંતર્ગત નવા ચૂંટણી કાર્ડ એટલે કે મતદાર કાર્ડ (Election Card) બનાવવા, નવા નામ ઉમેરવા (Election Card update) સહિતના કામો હાથ ધરવામાં આવશે.
જે અન્વયે તા.૨૩-૦૪-૨૦૨૩ના રવિવારે ખાસ ઝુંબેશ અંતર્ગત સવારે ૧૦:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી તમામ મતદાન મથકો ખાતે બી.એલ.ઓ હાજર રહેશે. જેમાં મતદારો તરફ હક્ક-દાવા, સુધારા-વધારા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે. તા.૦૧/૦૪/૨૦૨૩ સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય કે તેથી વધુ ઉંમર ધરાવતા મતદારો મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે. આ ઉપરાંત જે મતદારોના તા.૦૧-૧૦-૨૦૨૩ સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ થવાના હોય તેવા મતદારો પણ નોંધણી ફોર્મ ભરી શકશે. તેમજ voter helpline એપ્લીકેશન, www.nvsp.in અને https://voters.eci.gov.in ઉપર પણ મતદારો પોતાના નામની નોંધણી કરાવી શકશે.
ચૂંટણી કાર્ડમાં નવું નામ દાખલ કરવા માટે ફોર્મ નં.-૬, નામ કમી કરવા માટે ફોર્મ નં.-૭, નામ, સરનામું, ફોટોગ્રાફ, સંબંધીનું નામ, જન્મ તારીખ, ઉપરાંત રહેઠાણ બદલાયું હોય, જુનાને બદલે નવું એપિક કાર્ડ મેળવવા માટે અને દિવ્યાંજન અંકિત કરવા માટે ફોર્મ નં.-૮ ભરવાનું રહેશે. ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવવા માટે ફોર્મ નં.-૬-બી ભરવાનું રહેશે.
વધુ માહિતી માટે બુથ લેવલ અધિકારી એટલે કે બી.એલ.ઓ. (BLO) નો અથવા કચેરી સમય દરમિયાન હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી શકાશે. ઘરઆંગણે આયોજિત આ ખાસ ઝુંબેશમાં મતદાર યાદીમાં નામ નોંધવા કે સુધારા-વધારા કરવાની આ સુવિધાનો લાભ મેળવવા નાગરિકોને અનુરોધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.