પ્રધાનમંત્રી મોદી પર બનેલી ફિલ્મને મોટો ઝટકો: બાયોપિકની રિલીઝ પર ચૂંટણી પંચે લગાવી રોક

કેન્દ્રીય ચૂંટણી પંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીની રિલીઝ પર રોક લગાવી દીધી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે આ ફિલ્મને રિલીઝ ને રોકવા માટે કરાયેલ યાચિકા રદ કરી દીધી હતી. ચુનાવ આયોગ એ કહ્યુ કે, અમુક પાર્ટીઓએ model code of conduct હેઠળ આ ફિલ્મ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેનાથી કોઈ રાજનેતા કે રાજનૈતિક પાર્ટીની અસર મતદારો પર પડી શકે છે.

જે કહ્યું કે આ ફિલ્મોમાં માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ નહિ. પરંતુ એનટીઆર લક્ષ્મી અને ઉદ્યમા સિંહમ નામની ફિલ્મો પણ શામેલ છે. આ તમામ ફિલ્મો અને રચનાત્મક સામગ્રી કહેવામાં આવી છે. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ ફિલ્મો થી રાજનૈતિક પાર્ટી ને પ્રચાર માં મદદ મળશે. જે આચારસંહિતાનું ઉલ્લંઘન કહી શકાય આ માટે આચારસંહિતા દરમિયાન ઇલેક્ટ્રોનિક મીડિયા કે સિનેમામાં પણ આ ફિલ્મનું પ્રદર્શન ન થવું જોઈએ.

સુનાવણી દરમિયાન અરજદારના વકીલ અને કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, આ ફિલ્મનું એક ગીત કે જે ભાજપના ચૂંટણીપ્રચારમાં ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં અમુક એવા શોર્ટ્સ બતાવવામાં આવ્યા છે. જેનાથી દેશના મતદારોને પ્રભાવિત કરી શકાય. આ ફિલ્મમાં ચોકીદાર કેમ્પેન પણ દેખાડવામાં આવ્યું છે. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બે મિનિટના ટ્રેલરથી એવું નક્કી નથી થઈ શકાતું કે આનાથી મતદારો પ્રભાવિત થઈ જશે.

સુપ્રીમ કોર્ટે અરજદારની અરજી બે દિવસ અગાઉ દફ્તરે કરતા કહ્યું હતું કે, આ ફિલ્મને હજી સેન્સર બોર્ડ દ્વારા પાસ કરવાની બાકી છે. જેથી અમે કંઈ કરી ન શકીએ સેન્સર બોર્ડ માંથી મંજૂરી મળ્યા બાદ ચૂંટણીપંચ આ મામલે નિર્ણય લેશે. ત્યારે આજે ચૂંટણીપંચે મોટો નિર્ણય આપતા આ ફિલ્મને રિલીઝ થવા પર રોક લગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે. આ ફિલ્મ પહેલા 5 એપ્રિલે રિલીઝ થવાની હતી. પરંતુ વિવાદ બાદ આ ફિલ્મને 11તારીખ રિલીઝ થશે તેવી જાહેરાત થઈ હતી પરંતુ હવે ફિલ્મ નિર્માતાઓને અને ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *