ચૂંટણી ઢંઢેરો: પહેલા કહ્યું મફતમાં કંઈ નહીં મળે, પછી BJPએ મફતમાં સ્કુટી, સાયકલ આપવાની જાહેરાત કરી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે શુક્રવારે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આમ આદમી પાર્ટીની મફતની યોજનાઓની આલોચના કરનાર બીજેપી એ પોતાના સંકલ્પ પત્ર માં મોટા મોટા વચન આપ્યા છે. જેમાં ગરીબોને બે રૂપિયા પ્રતિ કિલો લોટ, કોલેજ જનારી વિદ્યાર્થીઓને મફતમાં ઈલેક્ટ્રીક સ્કૂટી, નવમા ધોરણના વિદ્યાર્થીઓને મફતમાં સાયકલ આપવાની વાત કરવામાં આવી છે.

પ્રેસ કોન્ફરન્સમાં કરી મોટી મોટી વાતો

શુક્રવારના રોજ ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, અમે દિલ્હીની તસ્વીર બદલવા આવ્યા છીએ. દિલ્હીમાં વાયુ-પ્રદૂષણ મહત્વનો મુદ્દો છે. અહીં જળ અને વાયુ પ્રદષણ સૌથી મોટો મુદ્દો છે.અમારી સરકારે આ બંને મુદ્દા પર ખાસ ભાર આપી રહી છે.

બીજેપીના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલ મોટા વચનો

દિલ્હીમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર

વીજળી પાણી ઉપર સબસીડી ચાલુ રહેશે, તેને નહી બદલાય

નવી અધિકૃત કોલોની માટે ડેવલપમેન્ટ બોર્ડ

વેપારીઓ માટે એક વર્ષમાં લીઝ હોલ્ડ થી ફ્રી હોલ્ડ નું કામ પૂરું

ભાડે રહેતા લોકોની હિતોની રક્ષા

જેમને ઘઉં મળે છે તેમને બે રૂપિયા પ્રતિ કિલો દળેલો લોટ મળશે

દિલ્હીને ટેન્કર માફિયાથી મુક્ત કરાશે

દરેક ઘરે નથી શુદ્ધ પીવાનું પાણી આપવાની યોજના

દિલ્હીમાં 200 નવી શાળાઓ ખૂલશે

દિલ્હીમાં 10 નવી મોટી કોલેજો ખુલશે

દિલ્હીમાં આયુષ્માન, પીએમ આવાસ, કિસાન સન્માન નિધિ યોજના લાગુ થશે

સમૃદ્ધ દિલ્હી ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના નું એલાન, દસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો

ગરીબ પરિવારમાં દીકરીના જન્મ વખતે ખાતા ખોલશે, 21 વર્ષે 2 લાખ રૂપિયા મળશે

કોલેજ જનાર ગરીબ વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રીક સ્કૂટી મફતમા આપશે

નવમા ધોરણમાં આવેલા વિદ્યાર્થીઓને મફતમાં સાયકલ

ગરીબ વિધવા મહિલાઓની દીકરીના લગ્ન માટે ૫૧,૦૦૦

બે વર્ષમાં દિલ્હીમાંથી કચરાના પહાડને દૂર કરાશે

10,00,000 બેરોજગારોને રોજગાર આપશે

યુવા મહિલા અને પછાત લોકોના કલ્યાણ માટે અલગથી બોર્ડ

રાણી લક્ષ્મીબાઈ મહિલા સુરક્ષા યોજના

દિલ્હી પોલીસના સહયોગથી 10 લાખ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ

દિલ્હી યમુના વિકોસ બોર્ડની જાહેરાત

યમુના રિવરફ્રન્ટ, યમુના આરતી શરૂ થશે

ખેડૂતો પર કલમ 33 અને 81એ ખતમ કરવામાં આવશે.

દરેક વોર્ડમાં વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરી

સફાઈ કર્મચારીઓ માટે એરિયર ભાડુ

દિવ્યાંગ, વિધવા, વૃદ્ધ અને 1984ના રમખાણ પીડિતોને પેન્શનમાં વધારો

ગ્રુપ હાઉસિંગ સોસાયટીનો વિકાસ

પુનર્વાસ કોલોનીઓનો માલિકીનો હક

સ્ટાર્ટઅપને દિલ્હીમાં વધારવામાં આવશે.

દિલ્હીમાં ફિટ ઈન્ડિયા પ્લાનને મંજૂરી

ઑટો ટેક્સી સ્ટેન્ડ બનાવવામાં આવશે.

આ ઉપરાંત પણ ઘણી મોટી મોટી યોજનાઓ લાગુ કરવાના વચનો દિલ્હીમાં જો ભાજપની સરકાર બનશે તો જનતાને આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *