દેશની પાંચ વિધાનસભાની ચુંટણીના પરિણામો આવ્યા અને ખુબ આશ્ચર્યજનક પરિણામો આવ્યા છે. આજે અહી વાત છે, પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 (election result 2022) વિધાનસભાની ચૂંટણીના જે પરિણામ આવ્યા તે ખૂબ આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે લોકોને વિચારતા કરી દીધા છે.લોકો આશ્ચર્યમાં છે, પંજાબમાં કઈ રીતે આપનો જાદુ ચાલી ગયો.
દેશના તમામ લોકોની નજર આ આ વખતે પંજાબના પરિણામો પર હતી, સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે, પંજાબમાં કોણ સરકાર બનાવશે. પરંતુ પરિણામોએ ભલભલાને વિચારતા કરી દીધા છે,કારણકે પંજાબના રાજકારણના દિગ્ગજ ચેહરાઓ પણ આજે નિસ્તેજ થઈ ગયા છે. જનાદેશ સ્વીકારવો મુશ્કેલ થઇ ચુક્યો છે જ્યારે નવા અને સ્વચ્છ ચહેરાઓને લોકોએ મત આપી જીતાડ્યા છે.
92 વર્ષના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ કે જેઓ હારી ચૂક્યા છે તો, તેમના પુત્ર અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ તેઓ પણ હારી ચૂક્યા છે તો, ચાલુ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચંની પણ હાર્યા છે. અને સાથે જ પૂર્વ મુખ્યમંત્રી રાજેન્દ્ર કુમાર પણ હાર્યા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજિતસિંહને લાભસિંહ ઉગોકે નામના આપના ઉમેદવારે કારમી હાર આપી છે. જણાવી દઈએ કે ઉમેદવાર 12મી પાસ છે, તેઓના પિતા ડ્રાઇવર છે, તો તેમની માતા સરકારી શાળામાં સફાઈકર્મી તરીકે કામ કરે છે. તેઓ પોતે ફોન રીપેરીંગ ની દુકાન ચલવે છે.
પંજાબમાં રાજનીતિના દિગ્ગજો અને કહેવાતા મોટા માથાઓ ખૂબ ગંભીર રીતે ચૂંટણી હાર્યા છે. જેમાં નવજોતસિંહ સિધ્ધુ અને વિક્રમ મજીઠીયા જેવા તજજ્ઞ રાજકારણી આપના જીવનજ્યોત કૌર ની સામે હાર્યા છે. કાલ સુધી રાજકારણના સર્વેસર્વા માનતા નેતાઓ સાંજ સુધિમાજ હવામાં પવન જેમ ક્યા ઉડી ગયા કે જનતા પણ જોતી રહી. જીવનજ્યોત કૌર એક મહિલા આગેવાન પણ છે, અને તેઓ મેરઠની ચૌધરી ચરન કોલેજમાંથી કાનૂની સેવાનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓએ રાજકારણના દિગ્ગજ નેતાઓ ને ટક્કર આપીને પોતાનું વર્ચસ્વ દેખાડ્યું છે.
સાથે જ ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને બીજેપીના કદાવર નેતા પુષ્કરધામીની પણ હાર થઈ છે. તો સામે જે મુખ્યમંત્રી બનવાનું સપનું જોઈ રહ્યા હતા, તેવા હરીશ રાવત હાર્યા છે. આજે સ્થિતિ એવી પામી છે કે 2024 માટે જે ચહેરાઓ શોધવાના હતા, એના લીધે અત્યારે 2022માં જે ચહેરાઓ ખોવાઈ ચૂક્યા છે તે બાબતે એકવાર મનોમંથન કરવાની જરૂર છે. દરેક પક્ષ અને પાર્ટીએ જેથી રાજકારણને એક નવી આશા અને આત્મવિશ્વાસથી જોઈ શકાય.
રાજનીતિમાં ચઢાવો અને ઉતારો આવ્યા કરે તે એક સામાન્ય બાબત છે. ચડતા શીખતી વખતે વારંવાર પડી પડી ને જ્યારે ઉપર ચઢતા હોઈએ ત્યારે ફરી ક્યારેક લપસી ને પડવાની શક્યતાઓ રેહતી હોય છે, જે રાજકરણમાં સામાન્ય બાબત છે.
પંજાબ ની વાત કરીએ તો પંજાબી જનતા ના મતે પંજાબમાં રાજનીતિક સંબંધો ખૂબ જ ગાઢ થઈ ગયા હતા. જુના રાજકારણીઓ અડ્ડો જમાવીને બેઠા હતા, કોણ કોનું સગું વહાલું છે? કયા પક્ષ પાર્ટીનું છે? તે લોકો માટે નક્કી કરવું મુશ્કેલ થઈ ગયું હતું.વેવાઈ કોંગ્રેસમાં હોય તો પુત્ર અકાલી દળ માં હોય, લોકો માટે તફાવત કરવો મુશ્કેલ થઈ ગયો હતો કે કોણ કયા પક્ષને કઈ પાર્ટી નું છે.પણ પરિણામે આજે સૌ ને જવાબ આપી દીધો છે.
ચૂંટણીનું આ પરિણામ દેશ માટે એક પ્રેરણાત્મક છે, એક નવી આશા અને ઉમ્મીદ સભર છે કે, અગર જો જનતા ચાહે તો કોઈ પણ પૈસાવાળા કે અનુભવી રાજકારણી ને હરાવી શકે છે અને હટાવી શકે છે.પૈસા આપીને મત ખરીદનારા નેતાઓના આ ચૂંટણી દરમિયાન તમામ રૂપિયા ધોવાઇ ગયા હતા સાફ થઈ ગયા હતા. પંજાબમાં આપ આદમી પાર્ટીએ કોંગ્રેસ, અકાલી દળ, અને બીજેપીને માત્ર હરાવી નથી પરંતુ પંજાબના રાજકારણમાં વર્ષો થી ચાલતા આવતા પરિવાર વાદ અને પૈસાના જોરે વર્ષો થી અડિંગો જમાવીને બેસેલા કચરા ને સાફ કરી દિધો છે.