સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક વિડીયો સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ ક્રુરતાનો વિડીયો સામે આવ્યો છે. તમિલનાડુમાં હાથી પર સળગતું ટાયર નાખવાનો કાળજુ કંપાવતો વીડિયો સામે આવી રહ્યો છે. આ ઘટના તમિલનાડુમાં આવેલ નીલગિરીમાં બની છે.
કોઇ વ્યક્તિએ સળગતું ટાયર હાથીની ઉપર ફેક્યું હતું. સળગતા ટાયરને લીધે હાથી ખુબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તેમજ થોડા દિવસો બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાથીના કાન પર સળગતું ટાયર નાખવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલ વીડિયોમાં હાથીના કાન પર સળગતું ટાયર જોવા મળી રહ્યું છે. હાથી પર સળગતું ટાયર નાખવાને લીધે તે દર્દથી આમથી તેમ ભાગવા લાગે છે. આ દરમિયાન તેના કાનની નજીકનો ભાગ ખુબ ખરાબ રીતે બળી ગયો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, હાથીના એક કાનમાં ઉંડા ઘાવને લીધે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.
આ મામલે એક સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેમજ તેની પૂછપરછ કરવામાં આવી છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ઇમારતથી હાથી પર સળગતું ટાયર નાખે છે. જેને લીધે હાથીનો કાન ઇજાગ્રસ્ત થઈ જાય છે. ત્યારપછી હાથી એક બંધ પાસે પડેલો જોવા મળ્યો હતો.
પશુ ચિકિત્સકોએ હાથીની સારવારનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે તેને બચાવી શક્યા ન હતા. આ હાથીની અંતિમ વિદાયનો પણ વીડિયો સામે આવ્યો છે. તેમાં ફોરેસ્ટ રેન્જર રડતાં-રડતાં તેમજ હાથીની સૂંઢને ધીમે-ધીમે હાથમાં પંપાળતા જોવા મળી રહ્યા હતા. વીડિયો ક્લિપે માઇક્રોબ્લોગિંથ પ્લેટફોર્મ પર હજારો લોકોને ભાવુક કરી દીધા છે.
Barbaric act in Nilgiris, Tamilnadu. An elephant was attacked with a burning tyre, in a private resort, killing the animal. Hope the guilty are punished for this inhumane act of violence. #WA #EveryLifeMatters #SaveWildlife pic.twitter.com/iLJn2yxgdq
— Praveen Angusamy, IFS ? (@PraveenIFShere) January 22, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle