ભરબજારમાં હાથીએ લોકોને સૂંઢમાં ઉપાડી ચકડોળની જેમ ફેરવ્યા, જુઓ ભયાનક વિડીયો

Elephant Viral Video: ખૂબ ભારે ભીડ જોઈ કાયમ લોકો અકળાઈ જતા હોય છે અને પોતાની જાતને તે ભીડથી દૂર લઈ જાય છે. પરંતુ જનાવરો તો બોલી શકતા નથી, જો તેઓ ભીડને જોઈને અકળામણ અનુભવે તો તેમની પાસે તે રજૂ કરવાનો એક જ રસ્તો છે અને તે છે ત્યાંથી ભાગી (Elephant Viral Video) જવું, પરંતુ જો જનાવરને ત્યાંથી જવા દેવામાં ન આવે તો તે ઘણા પ્રસંગે આક્રમક થઈ જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક હાથી ભીડને જોઈ બેકાબુ થઈ ગયો અને તે દરમિયાન એક વ્યક્તિ પર હુમલો કરી દીધો, જેનો વિડિયો હાલ ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે.

હાથીએ વ્યક્તિ પર હુમલો કર્યો
સોશિયલ મીડિયા પર એક વિડીયો કેરલના મલપ્પુરમ જિલ્લાનો છે. જ્યાં એક મસ્જિદના વાર્ષિક કાર્યક્રમ દરમિયાન હાથીએ કાબુ ગુમાવ્યો અને ત્યારબાદ તે હાથીએ એક વ્યક્તિને પોતાની સુંઢમાં પકડી લીધો અને તેના પર જીવલેણ હુમલો કર્યો. હાથીએ પહેલા તો તે વ્યક્તિને પોતાની સૂંઢ પર ઊલટો લટકાવ્યો પછી તેને હવામાં ગોળ ગોળ ફેરવી નીચે ફેંકી દીધો.

વાયરલ થઈ રહેલ વીડિયોમાં એક સાથે ઘણા હાથીઓ ઉભેલા દેખાય છે, ત્યારબાદ તેમાંથી એક હાથી અચાનક બેકાબૂ થઈ જાય છે અને ભીડમાંથી એક વ્યક્તિને પોતાનો શિકાર બનાવે છે અને તેને હવામાં ઉછાળે છે જે રીતે ક્રિકેટ મેચ વખતે સિક્કો ઉછળ્યો હોય. ત્યારબાદ હાથીને ઘણા લોકો શાંત કરાવવા માટે પ્રયત્ન કરે છે. ત્યારબાદ હાથી શાંત થાય છે.

આ સમગ્ર ઘટના રાત્રે લગભગ 12:30 વાગ્યે થઈ હતી. જેમાં 24 લોકો ઘાયલ થયા છે. એક સ્થાનિક ઉત્સવ દરમિયાન હાથીઓને સોનાની પ્લેટ વડે સજાવવામાં આવ્યા હતા. ભીડમાં હાજર રહેલા લોકો તેનો વિડીયો બનાવી રહ્યા હતા. તે દરમિયાન હાથી ઉગ્ર થઈ જાય છે.

લોકોએ વ્યક્ત કરી ચિંતા
વીડિયોને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા વપરાશ કરતા લોકો એ આ વીડિયોને લઈને પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એક વ્યક્તિ લખે છે કે આટલી ભીડ જનાવરને હેરાન કરે તો તે શું કરશે. અન્ય એક લખે છે કે તેની પાસે જીભ નથી પોતાનો ગુસ્સો દેખાડવા માટે તેની પાસે આ એક રીત છે. અન્ય યુઝર કંઈક અલગ જ લખે છે ભાઈને પંખો બનાવી દીધો. હવે ક્યારે હાથી નજીક જશે નહીં.