Elon Musk Job Offer: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ઈલોન મસ્ક સાથેની બેઠક ફળી છે. વિશ્વની ટોચની બીજા ક્રમની ઈવી કંપની ટેસ્લાના માલિક (Elon Musk Job Offer) મસ્કે ભારત માટે વિસ્તરણ યોજના રજૂ કરતાં મોટી સંખ્યામાં ભરતી કરવાની જાહેરાત કરી છે. કંપનીએ તેના લિંક્ડઈન પેજ પર વિવિધ 13 કેટેગરી માટે 2000થી વધુ ભરતી કરવાની જાહેરાત કરી છે.
અમેરિકામાં ટેસ્લાના માલિક ઈલોન મસ્કને મળ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ અમેરિકામાં ટેસ્લાના માલિક ઈલોન મસ્કને મળ્યા હતા. તેમજ તેમણે પણ ટેસ્લા ભવિષ્યમાં ભારતમાં મોટાપાયે રોકાણ કરે તેવી સંભાવનાઓ દર્શાવી હતી. વડાપ્રધાન મોદીએ ઈલોન મસ્ક સાથેની બેઠક અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મેં ઈલોન મસ્ક સાથે મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સના વિઝન સાથે ભારતના વિવિધ ક્ષેત્રે સુધારાઓ વિશે ચર્ચા કરી હતી.
ટેસ્લાએ રિસ્ટોર બ્રાન્ડ શરૂ કરી
ટેસ્લા પાવર ઈન્ડિયાએ હાલમાં જ જૂની બેટરીઓની જાળવણી અને સમારકામ કરી વેચવા પોતાની બેટરી બ્રાન્ડ રિસ્ટોર લોન્ચ કરી હતી. જે હેઠળ તે 2026 સુધીમાં દેશભરમાં રિસ્ટોર બ્રાન્ડના 5000 સ્ટોર શરૂ કરશે. ટેસ્લા પાવર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર કવિન્દર ખુરાનાએ જણાવ્યું હતું કે, ભારતમાં બિઝનેસ વિસ્તરિત કરવાના ભાગરૂપે અમે ઈનોવેશન મારફત ટકાઉ લક્ષ્યો મેળવવા પ્રતિભાશાળી વ્યક્તિઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકાનો ઉપયોગ કરવા માગીએ છીએ. અમારી ટીમમાં નવી પ્રતિભાઓનું સ્વાગત કરતાં આ મિશનને વેગ આપવા સક્ષમ છીએ.
દિલ્હી-મુંબઈમાં વધુ વેકેન્સી
મીડિયા રિપોર્ટ અનુસાર, ટેસ્લા દ્વારા ઓફર કરવામાં આવેલી 2000 નોકરીઓમાં ઓછામાં ઓછી પાંચ નોકરી દિલ્હી અને મુંબઈમાં છે. મુંબઈમાં કસ્ટમર એન્ગેજમેન્ટ મેનેજર, ડિલિવરી ઓપરેશન્સ સ્પેશ્યાલિસ્ટ જેવા પદ માટે વેકેન્સી છે.
ઈમ્પોર્ટ ટેરિફના કારણે ટેસ્લાને ભારતમાં અડચણો
ભારત દ્વારા ઈ કારની આયાત પર ઊંચા ટેરિફના કારણે ટેસ્લા ઓટો સેગમેન્ટમાં ભારતમાં પ્રવેશી શકી નથી. જો કે, પોલીસીમાં મોટા ફેરફારોના કારણે ભારતમાં આગામી સમયમાં ટેસ્લા ઈવી સેગમેન્ટમાં મજબૂત ગ્રોથ નોંધાવે તેવી શક્યતા જોવા મળી છે. ભારતે મોંઘીદાટ કારની આયાત માટે પોતાની બેઝિક કસ્ટમ ડ્યૂટી 100 ટાકથી ઘટાડી 70 ટકા કરી છે. જેના લીધે સ્થાનિક બજારોમાં ઈવી કંપનીઓ 41.5 અબજ રૂપિયાનું રોકાણ કરવા તૈયાર છે.
આ જગ્યાએ ભરતી બહાર પડી
ઈનસાઈડ સેલ્સ એડવાઈઝર, કસ્ટમર સપોર્ટ સુપરવાઈઝર, કસ્ટમર સપોર્ટ સ્પેશ્યાલિસ્ટ, સર્વિસ એડવાઈઝર, ઓર્ડર ઓપરેશન્સ, સ્પેશ્યાલિસ્ટ સર્વિસ, એડવાઈઝર ઓર્ડર ઓપરેશન્સ, સ્પેશ્યાલિસ્ટ સર્વિસ મેનેજર ટેસ્લા એડવાઈઝર પાર્ટ્સ એડવાઈઝર, બિઝનેસ ઓપરેશન્સ એનાલિસ્ટ, સ્ટોર મેનેજર, સર્વિસ ટેક્નિશિયન
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App