દિવસે ટોયલેટ… રાત્રે રસોડું! મનપાના કર્મચારીઓએ શૌચાલયને જ બનાવ્યું રસોડું

શૌચાલયમાં રસોઈ બનાવવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર આવી ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેર માંથી સામે આવી છે. સુરતના પાર્લે…

શૌચાલયમાં રસોઈ બનાવવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર આવી ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેર માંથી સામે આવી છે. સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તાર માંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત શૌચાલયને કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરે દ્વારા રસોડામાં ફેરવી દેવાયું હોવાના દ્રશ્ય સામે આવ્યા છે. રાત્રે સ્ટાફ શૌચાલયની અંદર રસોઈ બનાવાની તૈયારીના ફોટા સામે આવ્યા છે.

આ ફોટામાં  જાહેર શૌચાલયમાં રસોઈ બનતી હોવાનું દેખાઈ રહ્યું છે. આ જોઈને તમને પણ ઝટકો લાગ્યો જ હશે. પરંતુ આ વાત સાચી છે જે જાહેર શૌચાલય દિવસે લોકો યુઝ કરે છે ત્યાં રાત પડતા રસોડું ચાલું થાય છે. આ ફોટા સુરમાં આવેલા પાર્લે પોઈન્ટ વિસ્તારના છે. જ્યાં રસોઈ બનતી હોવાના ફોટો હાલ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરે પાલિકાના શૌચાલયને રસોડું બનાવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.

એક જાગૃત નાગરિકે શૌચાલયના નાગરિકોની પોલ ખુલ્લી પાડી છે. લોકો દિવસ દરમિયાન જે જગ્યાનો શૌચાલય તરીકે ઉપયોગ કરે છે ત્યાં જ રાત્રે રસોઈની તૈયારી થઈ રહી છે. વાઈરલ વીડિયોમાં કોન્ટ્રાક્ટર અને કર્મચારી કહી રહ્યા છે કે દરેક શૌચાલયમાં આનાથી વધારે થાય છે. તેમને આવુ કહેતા શરમ પણ નથી આવતી.

એક જાગૃત નાગરિકે શૌચાલયના નાગરિકોની પોલ ખુલ્લી પાડી છે. દિવસ દરમિયાન લોકો જે જગ્યાનો શૌચાલય તરીકે ઉપયોગ કરે છે ત્યાં જ રાત્રે રસોઈની તૈયારી થઈ રહી છે. આ વાઈરલ ફોટોમાં કોન્ટ્રાક્ટર અને કર્મચારી કહી રહ્યા છે કે દરેક શૌચાલયમાં આનાથી વધારે થાય છે. તેમને આવુ કહેતા શરમ પણ નથી આવતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *