2400 રૂપિયા માટે ભાજપ યુવા પ્રમુખને ગળદાપાટુનો માર મારી અધમુવો કરી દીધો- જુઓ ચોંકાવનારા CCTV

8 Men Thrash BJP Youth President, Rajkot: ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા રાજકોટ (Rajkot) જિલ્લા માંથી મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે, મળેલી માહિતી અનુસાર જે…

8 Men Thrash BJP Youth President, Rajkot: ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા રાજકોટ (Rajkot) જિલ્લા માંથી મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે, મળેલી માહિતી અનુસાર જે વ્યક્તિને મારવામાં આવી રહ્યો હતો તે રાજકોટ (Rajkot) જિલ્લાના ભાયાવદર યુવા ભાજપ પ્રમુખ હાર્દિક રામાણી (Young BJP president Hardik Ramani) છે. ભાજપ પ્રમુખ હાર્દિક રામાણી પર આઠ જેટલા શખસે બજાજ ફાઇનાન્સ (Bajaj Finance) માંથી ખરીદેલા ACનો 2400 રૂપિયાનો હપતો ભરવાનું કહી ગેરકાયદે મંડળી રચીને માર માર્યો હતો.

આ ઘટનામાં ભાજપ પ્રમુખ હાર્દિક રામાણીને મૂઢ ઇજાઓ થઇ છે. હાર્દિક રામાણીને માર મારવાની સાથે ગાળો પણ આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે હાર્દિક રામાણીને ફરિયાદ નોધાવી છે. આ સમગ્ર ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને એના આધારે પોલીસે ફરિયાદ નોધીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લાના ભાયાવદરના યુવા ભાજપ પ્રમુખ હાર્દીક ગીરીશભાઇ રામાણી (ઉંમર વર્ષ 32)એ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ભાયાવદરમા જુના બસ સ્ટેન્ડ ચોક પાસે આવેલી બાલાજી ટેલિકોમ નામની મોબાઈલની દુકાન છે તેમજ બજાજ ફાઈનાન્સના હપ્તા પર મોબાઈલની લે-વેચ કરું છું. તારીખ 17-05-2023ના રોજ સાંજના 08.30 વાગ્યાની આસપાસ હું મારી દુકાનની સામેની બાજુ ઊભો હતો.

તેજ સમયે આમારા ગામના હરેશભાઈ બરોચિયા દુકાનની બહાર બેઠેલ હતા અને ત્યારે તે સામેની બાજુથી ચાલીને દુકાન તરફ જઈ રહ્યો હતો, ત્યારે ચાર બાઈક પર બેસીને આઠ લોકો આવતા અને પ્રથમ બે જણા કલ્પેશ બારોટ તથા મયંક વાડોદરીયા જે બંને ઉપલેટા રહે છે તે બંનેએ મને પકડી લીધો અને જેમ ફાવે તેમ મને ગાળો બોલવા લાગ્યા હતા અને ત્યારબાદ મને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.

વધુ વાત કરતા ભાયાવદરના યુવા ભાજપ પ્રમુખ હાર્દીક ગીરીશભાઇ રામાણીએ જણાયું કે એ લોકો જતા જતા મને કેટ ગયા કે હપતાના બાકી પૈસા ભરી દેજે નહિતર તને જાનથી મારી નાખીશું. હાલ પોલીસે ફરિયાદ નોધીને IPC કલમ 143, 147, 149, 323, 504, 506(2), મુજબનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *