માનવતા મરી પરવારી: સરકારી હોસ્પિટલમાં લાશને દોરડાથી બાંધી ઢસડતા જોવા મળ્યા કર્મચારી….

UttarPradesh News: ઉત્તરપ્રદેશના ઝાંસીના પોસ્ટમોર્ટમ વિભાગમાં ફરી એક વખત માનવતાને શર્મસાર કરનારો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે વ્યક્તિઓ એક લાશને (UttarPradesh News) કપડામાં લપેટી લાશના બંને પગ પર એક એક દોરી બાંધી ઢસડતા દેખાઈ રહ્યા છે. આ વાયરલ વીડિયોની નોંધ પોલીસ વિભાગે લીધી છે.

પોલીસ હાલમાં આ તમામ ઘટનાની તપાસમાં જોડાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં રૂંવાડા બેઠા કરી દે તેવો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે એક લાશના પગ પર દોરી બંધાયેલી છે અને બે વ્યક્તિ તેને ઢસડી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક દિવસ પહેલા આ યુવકની લાવારીસ લાશ મળી હતી.

લાશને કાપડ માં લપેટી ઘસડી હતી
આ લાવારીસ લાશને પોસ્ટમોટમ હાઉસમાં કામ કરનાર બે વ્યક્તિ નિર્દયતા પૂર્વક ઢસડી રહ્યા છે. કેટલાક દિવસ પહેલા પોસ્ટમોર્ટમ હાઉસનો આવો જ એક રૂંવાડા બેઠા કરી દે તેવો વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક એમ્બ્યુલન્સ ચાલક એક લાશને નિર્દય રીતે નીચે ફેંકી રહ્યો હતો, આ મામલે પોલીસે લાશને નીચે ફેકનાર વ્યક્તિ શ્યામ સુંદર શર્મા પર કેસ નોંધી કાર્યવાહી કરી હતી. આજે ફરી વખત આવો જ વિડીયો વાયરલ થયો છે. જે હોસ્પિટલ મેનેજમેન્ટની કામગીરી પર ઘણા સવાલો ઉઠાવી રહ્યો છે.

અહીંયા જુઓ વાઈરલ વિડિયો

વારંવાર ડરાવી રહ્યો છે વિડિયો
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ઇન્ટરનેટ પર જે કોઈ લોકો જોઈ રહ્યા છે તેનું માથું શરમથી નીચે ઝૂકી જાય છે. આ વિડીયો વાયરલ થયા બાદ લોકો તેના પર ગુસ્સે છે અને પોતાની કટાક્ષ ભરી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

માનવતા મરી ગઈ છે
વીડિયોને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. એવામાં સોશિયલ મીડિયાનો વપરાશ કરતા લોકો વિડીયો પર પોતાના મત રજૂ કરી રહ્યા છે.એક વ્યક્તિ લખે છે કે આ કોઈ માણસનું મૃત્યુ નથી પરંતુ માનવતાનું મૃત્યુ છે. એક વ્યક્તિ લખે છે કે જેટલા ગુનેગાર આ લાશને ઢસડનારા છે કેટલા જ ગુનેગાર વિડીયો બનાવનારા પણ છે. તો અન્ય એક યુઝરે કહ્યું કે વિડીયો બનાવનાર વ્યક્તિને એટલી જ ચિંતા હતી તો તેમને રોક્યા કેમ નહીં.