જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી અને સેના વચ્ચે અથડામણ, આતંકી સંગઠનના કમાન્ડર સાથે 3 ઠાર

Shopian Terrorist encounter Jammu and Kashmir News: જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના (Jammu and Kashmir’s Shopian encounter) અહેવાલ સામે આવ્યા છે. સુરક્ષાબળોએ જંગલમાં અનેક આતંકીઓને ઘેરી લીધાના સમાચાર સામે આવ્યા છે.

સુરક્ષાબળો દ્વારા ઘેરાબંધી
અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીર જિલ્લામાં શુકરુ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીને લઈને ખાસ ઈનપુટ મળતા સુરક્ષાબળોએ ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કરતાં એન્કાઉન્ટ શરૂ થઈ ગયું. સુરક્ષાબળોએ પણ સામે ગોળીબાર શરૂ કર્યો. હાલ બંને વચ્ચે ફાયરિંગ ચાલુ છે.

વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ
સેના દ્વારા મળેલી જાણકારી અનુસાર આતંકીઓનું જે ગ્રુપ ટ્રેપ થયું છે. તે અલગ ગ્રુપ છે. આ ગ્રુપમાં પહેલગામ હુમલાના ગુનેગારો સામેલ નથી. હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આતંકી હુમલામાં શામેલ આતંકીઓને શોધવા માટે અલગ અલગ જગ્યાઓ પર સુરક્ષાબળો દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

યુદ્ધવિરામ પછી આતંકવાદીઓ પર કાર્યવાહી
યુદ્ધવિરામ પછી, ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું કે અમારું લક્ષ્ય ફક્ત આતંકવાદીઓ છે, તેમનો ખાત્મો જરૂરી છે. આ જ કારણ છે કે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં, સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા.

તમને જણાવી દઈએ કે સેના છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ સંદર્ભમાં, આજે એક મોટી સફળતા મળી છે.