દિલ્હી પોલીસે જણાવ્યું કે, દક્ષિણ દિલ્હીમાં રહેતા પતિ-પત્ની નોકરી કરે છે. તેમની એક દીકરી પણ છે. દીકરીની દેખરેખ માટે કામવાળી રાખી છે અને એના પર નજર રાખવા માટે તેમણે પોતાના ઘરમાં સીસીટીવી લગાવ્યા છે. થોડા સમય પહેલા રૂમના કેમેરા ખરાબ થઇ ગયા હતા. તેમને રીપેર કરવા માટે કંપની માંથી એન્જીનીયરને બોલાવ્યો અને રાશીદ નામના યુવકે સીસીટીવી કેમેરા સારા કરવાના બહાને પોતાના મોબાઈલમાં એક્સેસ લઇ લીધું હતું.
મળતી માહિતી અનુસાર, રાશિદ નામના એન્જીનીયરે કેમેરાનું એક્સેસ પોતાના ફોનમાં લીધા પછી કપલના શારીરિક સંબધોનો વિડીયો રેકોર્ડ કરી લીધો હતો. કપલનું કહેવું છે કે, રાશીદએ તેમના 100થી વધુ વિડીયો બનાવી લીધા હતા અને પછી તેમને બ્લેકમેલ કરી પૈસા માંગવા લાગ્યો હતો.
સાઇબર સેલના એક અધિકારીએ જણાવ્યું, કપલની ફરિયાદ પછી આરોપી રાશિદને બેંગ્લોરથી ધડપકડ કરવામાં આવી છે. રાશીદ પાસેથી કપલના 80થી વધુ વિડીયો જપ્ત કરવામાં આવ્યા છે. હવે પોલિસ એ શોધવાની કોશિશ કરી રહી છે કે, આરોપીએ વિડીયો સોશિયલ મીડિયા પર તો અપલોડ કર્યો નથી ને. પોલીસે જણાવ્યું કે, એન્જીનીયર ગયા મહિનેથી કપલને બ્લેકમેલ કરવાનું શરુ કરી દીધું અને પહેલા હપ્તાના રૂપમાં ત્રણ લાખ રૂપિયા માંગ્યા. પૈસા નહિ આપવા પર સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરી નાખવાની ધમકી આપતો હતા.
પોલીસે જણાવ્યું કે, શરૂઆતમાં કેટલાક પૈસા આપ્યા હતા, પરંતુ તેની ડિમાન્ડ વધવા લાગી તો તેમણે સાઇબર સેલમાં ફરિયાદ નોંધી હતી અને પોલીસે આરોપીની ધરપકડની કાર્યવાહી શરુ કરી લીધી હતી. આરોપી બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઉત્તર પ્રદેશના આઝમગઢનો રહેવાસી છે. રાશિદ વર્ષ 2019માં દિલ્હીની એક કંપનીમાં કામ કરતો હતો અને તે દરમિયાન કપલના ઘરે સીસીટીવી સારું કરવા ગયો હતો. ત્યારે તેને કેમેરાનું એક્સેસ મોબાઈલમાં લઇ લીધું હતું. ત્યારબાદ નોકરી કરવા માટે તે બેંગ્લોર જતો રહ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.