એન્જીનીયર 2 લાખની લાંચ લેતો પકડાયો, ઘરે રેડ કરાઈ તો મળ્યા એટલા રોકડા કે મંગાવવું પડ્યું નોટ ગણવાનું મશીન

બિહાર(Bihar): મકાન બાંધકામ વિભાગ (Construction Department)ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર(Executive Engineer) સંજીત કુમાર (Sanjeet Kumar)ની વિજિલન્સ તપાસકર્તાઓ (Vigilance investigators)એ ધરપકડ કરી હતી. જાણવા મળ્યું છે કે, આ એન્જિનિયરની 2 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત તેના ઘરે દરોડા પાડતા 1 કરોડ રૂપિયાની ચલણી નોટો પણ મળી આવી હતી. જેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, લગભગ છ વર્ષ પહેલા સંજીત કુમારને કાર્યકારી એન્જિનિયરના પદ પર પ્રમોશન આપવામાં આવ્યુ હતુ. છેલ્લા કેટલાક મહિનાઓથી વિજિલન્સ ટીમને સતત તેમની ફરિયાદો મળી રહી છે. કૉન્ટ્રાક્ટરે કામ કરાવવાના બદલામાં રૂ. છ લાખની લાંચની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. સોદા મુજબ લાંચનો પ્રથમ હપ્તો ગર્દનીબાગ વિસ્તારમાં 2 લાખ રૂપિયા નક્કી થયો હતો. ત્યારે ગર્દનીબાગ વિસ્તારમાં સંજીતકુમારે બે લાખ રૂપિયા લેવા માટે હાથ લંબાવતા જ વિજિલન્સ ટીમે દરોડો પાડી તેની ધરપકડ કરી હતી.

ભેગી થયેલી રોકડમાં મુખ્યત્વે પાંચસો અને બે હજાર રૂપિયાની નોટો હતી. વિજિલન્સ ટીમનું માનવું છે કે તેના ઘરેથી જપ્ત કરાયેલી રોકડ રૂપિયા 1 કરોડથી વધુ હોઈ શકે છે. દરોડા દરમિયાન સંજીત કુમાર પાસેથી કાગળો, બેંક પાસબુક અને સંપત્તિના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.

નોંધનીય છે કે પટનાના ગાર્દાનીબાગમાં સંજીત કુમારના નિવાસસ્થાને લાંચ લેતા રંગે હાથ ઝડપાયા બાદ દરોડો પાડવામાં આવ્યો હતો. અધિકારીઓ દ્વારા દરોડા અને ત્યારબાદ કરન્સી કાઉન્સિલનો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ કરવામાં આવ્યો છે.

ન્યૂઝ એજન્સી ANI એ પણ ટ્વીટ કરીને દરોડા વિશે માહિતી આપી હતી, ‘બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન વિભાગમાં એક્ઝિક્યુટ એન્જિનિયર, સંજીત કુમાર 2 લાખ રૂપિયાની લાંચ લેતી વખતે વિજિલન્સ ટીમે ઝડપ્યા હતા. ત્યારપછીના દરોડામાં તેમના ઘરેથી આશરે 1 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આજે પણ દરોડા ચાલુ રહેશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *